Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા – ઉલ્ટીનાં ૮૬૫ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઉનાળાની સિઝનના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જુદા જુદા ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લઇને ચકાસણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં માત્ર ૨૫ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૮૬૫ અને ટાઈફોઈડના ૩૮૫ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૧૭૨ કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૫ દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૨૮૧ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૦ કેસ નોંધાઈ ગયા છે. મે ૨૦૧૮માં ૧૦૩૨૪૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૨૫મી મે ૨૦૧૯ સુધીમાં ૭૩૯૭૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો મે ૨૦૧૮માં ૨૦૮૭ સિરમ સેમ્પલની સામે ૨૫મી મે ૨૦૧૯ સુધીમાં ૧૧૩૮ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં ફુડ ડિસ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેકને નોટીસ ફટકારવામાં આવી છે. ૩૫૭૦ કિલોગ્રામ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે.

Related posts

દાહોદની સિવિલને ઝાયડસને સોંપાયા બાદ દર્દીઓ પાસેથી સારવાર પેટે ચાર્જ વસૂલાતા અરજી કરાઈ

aapnugujarat

ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

editor

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજીની ઉપસ્‍થિતિમાં  એમ.એસ.યુનિવર્સિટીનો  ૬૬મો પદવીદાન સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1