Aapnu Gujarat
ગુજરાત

દાહોદની સિવિલને ઝાયડસને સોંપાયા બાદ દર્દીઓ પાસેથી સારવાર પેટે ચાર્જ વસૂલાતા અરજી કરાઈ

રાજયમાં દાહોદ સ્થિત સિવિલ હોસ્પિટલ જાણીતી ફાર્મા કંપની એવી ઝાયડસ હોસ્પિટલ ગ્રુપને સોંપાયા બાદ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ પાસેથી કોમર્શીયલ ચાર્જ વસૂલાઇ રહ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠાવતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર અને ઝાયડસને કારણદર્શક નોટિસ જારી કરી આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. હાઇકોર્ટે આ સત્તાવાળાઓને આગામી મુદત સુધીમાં આ સમગ્ર મામલે જવાબ રજૂ કરવા પણ મૌખિક નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, રાજય સરકાર દ્વારા દાહોદ સ્થિત સિવિલ હોસ્પિટલનું સંચાલન ઝાયડલ હોસ્પિટલને સોંપી દેવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની વધુ સારી અને મફત સારવાર થઇ શકે તે હતો પરંતુ ખાનગી હોસ્પિટલને સમગ્ર સંચાલન સોંપ્યા બાદ પણ સરકારનો હેતુ બર આવ્યો નથી. કારણ કે, ઝાયડસ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ પાસેથી સારવાર અને સુવિધા પેટે કોમર્શીયલ ચાર્જ વસૂલાઇ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ હોસ્પિટલમાં ખુદ રાજય સરકાર અદ્યતન સાધનો, સામગ્રી ઉપરાંત જરૂરી ભંડોળ પણ પૂરું પાડયું હતું અને કરાર મુજબ ઝાયડસે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મફત અને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવાની હતી પરંતુ કરારની તે શરતનું પાલન થયું નથી અને તેનું ઉલ્લંઘન કરી ગેરકાયદે રીતે આ સિવિલ હોસ્પિટલમાંથી ગરીબ દર્દીઓ પાસેથી પણ કોમર્શીયલ ચાર્જ વસૂલાઇ રહ્યો છે. કેટલાક કિસ્સામાં તો, ગરીબ અને પછાત જાતિના લાકો પાસેથી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા મન ફાવે તે રીતે સારવારના નામે નાણાંની વસૂલાત થઇ હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આ સમગ્ર મામલે હોસ્પિટલ સત્તાવાળાઓથી માંડી રાજય સરકારના સત્તાવાળાઓનું ધ્યાન દોરવા છતાં કોઇ નિરાકરણ નહી આવતાં અરજદારપક્ષને છેવટે નાછૂટકે હાઇકોર્ટમાં રિટ કરવાની ફરજ પડી છે. અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

Related posts

सोमनाथ मंदिर के १५०० कलशों को सोने से मढ़े जाएंगे

aapnugujarat

२५ को भगवान जगन्नाथजी की १४०वीं रथयात्रा निकलेगी

aapnugujarat

टीम में जगह पक्की नहीं होने पर भी जडेजा ने आत्मविश्वास नहीं खोया : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1