Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજીનામાને મામલે રાહુલ ગાંધી અડગઃ ‘મારો વિકલ્પ શોધી લો’

રાહુલ ગાંધીએ ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે પાર્ટી તરફથી તેમના રાજીનામાને ફગાવી દેવામાં આવ્યું છે પરંતુ તેઓ આ મામલે અડગ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે મક્કમ છે. તેથી પાર્ટીએ તેમનો વિકલ્પ શોધી લેવો જોઈએ. માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી પણ કથિત રીતે આ નિર્ણયમાં તેમની પડખે છે.રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી કોઈને મળી રહ્યા નથી. કેટલાક સંસદ સભ્યોએ તેમને ફોન કરીને મળવા માટે કહ્યું પરંતુ તે તમામને મળવાનું તેમણે ટાળ્યું છે.
આ ઉપરાંત તેમણે તેમની તમામ બેઠકો અને કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. સોમવારે તેમણે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે તમે મારો વિકલ્પ શોધી લો, કારણ કે હું મારું રાજીનામું પરત નહીં લઉં.રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાથે પણ અંતર બનાવી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ સોમવારે પહેલી વાર તેમણે ટ્‌વીટ કરીને પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા બાદ હજી પણ તેમના ઓફિશિયલ ટ્‌વીટર એકાઉન્ટ પર ‘કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ’ જ લખાઈને આવી રહ્યું છે.

Related posts

ઈલેક્ટ્રિક વાહનોની ખાસ ઓળખ બનશે લીલા રંગની નંબર પ્લેટ

aapnugujarat

राहुल का PM मोदी पर तंज, बोले – बजट में सैनिकों के साथ हुआ विश्वासघात

editor

गैर संचारी रोगों के बढ़ते मामलों के मद्देनजर एक राष्ट्रीय आंदोलन चलाने की जरूरत : नायडू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1