વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને આજે દ્વિપક્ષીય સફળ વાતચીત યોજી હતી જેમાં દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એનર્જી અને વેપાર કારોબારના સંબંધોને મજબૂત કરવાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં મોદીએ પુટિનને કહ્યું હતું કે, વડાપ્રધાન તરીકે તેમના વતન શહેરમાં આવવાને લઇને ખુબ જ ખુશ છે. ભારત અને રશિયા વચ્ચેની શિખર બેઠક રશિયામાં પ્રથમ વખત મોસ્કોની બહાર સેન્ટ પિટર્સબર્ગમાં યોજાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય દેશોની નજર પણ આ બેઠક ઉપર કેન્દ્રિત રહી હતી. ઇન્ડિયા શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન મેમ્બરશીપ હાસલ કરવામાં અદા કરવામાં આવેલી ભૂમિકા બદલ મોદીએ રશિયન પ્રમુખનો આભાર માન્યો હતો. પુટિને ખાતરી આપતા કહ્યું હતું કે, ભારત એક સપ્તાહની અંદર એસસીઓમાં સંપૂર્ણ સભ્ય બની જશે. બીજી બાજુ વડાપ્રધાને આજે સવારે કાર્યક્રમમાં તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. વિશ્વયુદ્ધ-૨ના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોદી પહોંચ્યા હતા. પુટિનના ભાઈ પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. પુટિને પણ મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આવા સ્થળો રશિયન લોકોના દિલોમાં ખાસ જગ્યા ધરાવે છે. બંને દેશોએ વિજ્ઞાન અને ટેકનોલોજી, રેલવે સહિતના ૧૨થી વધુ ક્ષેત્રોમાં સમજૂતિ કરવા જઇ રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઉંચાઈ ઉપર પહોંચ્યા છે. મોદી હાલ યુરોપિયન પ્રવાસમાં છે. સૌથી પહેલા જર્મની પહોંચ્યા બાદ સ્પેન ગયા હતા અને ત્યાંથી રશિયા પહોંચ્યા છે. વેપાર સંબંધો મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે.
પાછલી પોસ્ટ