Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ગ્રીન કાર્ડ ઇચ્છુક દરેક ચાર લોકોમાં ત્રણ ભારતવાસીઓ

અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છુક લોકોની વાત કરવામાં આવે તો આમાં ભારતીય લોકો સૌથી વધારે આગળ રહ્યા છે. અમેરિકામાં સ્થાયી રીતે રહેવા માટે ઇચ્છુક અને ગ્રીન કાર્ડ માટેની રાહ જોઇ રહેલા લોકોમાં ત્રણ ચર્તુર્થાંશ ભારતીય લોકો છે. હાલમાં જ જારી કરવામાં આવેલા અમેરિકાના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષે મે મહિના સુધી આશરે ૩૯૫૦૨૫ વિદેશી પ્રોફેશનલો દ્વારા ગ્રીન કાર્ડ બનાવી લેવા માટે અરજી કરી છે. જે પૈકી ભારતીયની અરજી સૌથી વધારે છે. ભારત તરફથી ૩૦૬૬૦૧ અરજી કરવામાં આવી છે. ભારતીયો બાદ બીજા સ્થાન પર ચીની નાગરિકો છે. ચીની નાગરિકો તરફથી પણ મોટી સંખ્યામાં અરજી કરવામાં આવી છે. તેમના લોકોની અરજીની સંખ્યા ૬૭૩૦૧ જેટલી નોંધાઇ છે. અમેરિકી ગ્રીન કાર્ડને લઇને ભારતીય લોકોમાં વર્ષોથી ક્રેઝ રહે છે. હજુ પણ આ ક્રેઝ અકબંધ રહ્યો છે. બીજી બાજુ અન્ય દેશો ભારતથી ખુબ પાછળ રહી ગયા છે. અમેરિકી ગ્રીન કાર્ડને ભારતીય લોકો ખુબ મહત્વ આપે છે. મે ૨૦૧૮ સુધીના આંકડા દર્શાવે છે કે મેક્સિકો તરફથી ગ્રીન કાર્ડ મેળવી લેવા માટે ઇચ્છુક લોકોની સંખ્યા ૭૦૦ નોંધાઇ છે. વધારે સંખ્યામાં અરજી આવી હોવા છતાં અમેરિકાના કાયદા મુજબ એક નાણાંકીય વર્ષમાં ગ્રીન કાર્ડ કેટલા આપવા જોઇઅ તે સંબંધમાં એક ચોક્કસ મર્યાદા રાખવામાં આવી છે. આ દેશમાં મર્યાદામાં જ ગ્રીન કાર્ડ જારી કરવામાં આવે ચે. કોઇ એક દેશને મહત્તમ સાત ટકા જ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આનાથી વધારે સ્વતંત્ર કોઇને દેશને ગ્રીન કાર્ડ અપાતા નથી. દુનિયાના જુદા જુદા દેશો તરફથી ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરવામાં આવી રહી છે. ભારત તરફથી ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યા સૌથી વધારે દેખાઈ રહી છે. ચીન બીજા સ્થાને છે. અલસાલ્વાડોર, ગ્વાટેમાલા, હાંડુરસ, ફિલિપાઈન્સ, મેક્સિકો, વિયતનામ સહિતના જુદા જુદા દેશોમાંથી મોટાપાયે અરજીઓ ગ્રીન કાર્ડ માટે કરવામાં આવી છે. જો કે, ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવાને લઇને સૌથી વધારે ઉત્સાહિત દેખાયા છે. આજ કારણસર અમેરિકામાં સ્થાયી થઇ જવા ઇચ્છુક લોકોની સંખ્યા ભારત તરફથી સૌથી વધારે છે.

Related posts

ચીને ટેકનોલોજી સાથે સંકળાયેલી નિકાસ પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કર્યો

editor

કેનેડામાં ઘર લેવાના સપના પર ગ્રહણ લાગ્યું

aapnugujarat

અમેરિકા : સ્નો સ્ટ્રોમ અને રેકોર્ડ બ્રેક ઠંડીમાં ૧૦નાં મોત, ૧૨ કલાકમાં ૧,૬૦૦ અકસ્માત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1