કેનેડામાં ઘર ખરીદવાનું સપનું જોતા વિદેશીઓ માટે મોટા ફટકા સમાન સમાચાર સામે આવ્યા છે. હવે કેનેડામાં ઘરી ખરીદવું ખાસ કરીને વિદેશીઓ માટે સરળ નહીં રહે. ટ્રૂડો સરકારે જે નવી જાહેરાત કરી છે એના પરિણામે હવે કેનેડિયન હાઉસિંગ પર વિદેશી માલિકી પર નિયંત્રણ વધારી દેવાયું છે અને તેમાં 2 વર્ષ સુધીના પ્રતિબંધને લંબાવાયું છે. સરકારે કહ્યું છે કે આનો ઉદ્દેશ્ય કેનેડાના લોકોની ચિંતાઓને દૂર કરવાનો છે. અહીંના નાગરિક સતત વધતી કિંમતનો કારણે ઘર બનાવવા માટે સક્ષમ નથી.
ઉલ્લેખનીય છે કે ટ્રૂડો સરકારે વર્ષ 2023માં જ દેશમાં વિદેશીઓને પ્રોપર્ટી ખરીદવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. તે સમયે એવું કહેવાાં આવ્યું હતું કે વિદેશીઓ જે પ્રમાણે ઘરની ખરીદી કરી રહ્યા છે એના કારણે ભાવ આસમાનો પહોંચી ગયા છે. આના કારણે કેનેડિયન લોકો પ્રોપર્ટી ખરીદી શક્યા નથી.
કેનેડામાં હાઉસિંગ ક્રાઈસિસ હવે સમય જતા વધતું જ જઈ રહ્યું છે. આના માટે ટૂરિસ્ટની વધતી સંખ્યાઓ અને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ઘરોની માગ પર નજર કરીએ તો વધારો થયો છે એટલું જ નહીં જ્યારે વધતી મોંઘવારીને કારણે કંસ્ટ્રક્શનનું કામ પણ ધીમું થઈ ગયું છે. કેનેડિયન વાઈસ પ્રાઈમમિનિસ્ટર ક્રિસ્ટિયા ફ્રિલેન્ડે એક નિવેદનમાં કહ્યું કે કેનેડામાં લોકો માટે સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવા માટે તમામ કવાયત અમે હાથ ધરી દીધી છે. આના અંતર્ગત વિદેશીઓ અહીં પર ઘર ખરીદવા માટે અહીં 2 વર્ષ સુધીનો પ્રતિબંધ લાદી દેવાયો છે. પહેલા એક જાન્યુઆરી 2025ના દિવસ આ પૂરો થઈ ગયો હતો હવે આની અવધી 1 જાન્યુઆરી 2027 સુધી આ પ્રતિબંધ રહેશે.
આની સાથે જ એવું પણ કહેવાયું હતું કે તે ગ્રેજ્યુએશન પછી કેટલાક વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવાનું પણ બંધ કરી દેશે. આમ જોવા જઈએ તો કેનેડામાં વધતી જતી જનસંખ્યાએ સ્વાસ્થ્ય અને શિક્ષા પર ઘણું પ્રેશર બનાવી દીધું છે. આના સિવાય ઘરોની કિંમતોમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે. આ મુદ્દાઓએ લિબરલ જસ્ટિન ટ્રૂડો પર પ્રેશર બનાવ્યું છે તથા ઓપિનિયન પોલ્સમાં પણ જણાવાઈ રહ્યું છે કે જો અત્યારે ચૂંટણી થઈ તો ટ્રૂડોની સત્તા પણ ગુમાવવી પડી શકે છે.