Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા : સ્નો સ્ટ્રોમ અને રેકોર્ડ બ્રેક ઠંડીમાં ૧૦નાં મોત, ૧૨ કલાકમાં ૧,૬૦૦ અકસ્માત

નવા વર્ષની શરૂઆતથી જ અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા સહિત અનેક દેશોમાં ભીષણ હિમવર્ષા થઇ રહી છે. અમેરિકાના કેટલાંક હિસ્સામાં કડકડતી ઠંડી પડી રહી છે. ગત રવિવારથી ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિશિગન અને મધ્ય-પશ્ચિમ અમેરિકાના અનેક શહેરોમાં ઠંડી હવાના કારણે મુસીબતોમાં વધારો થયો છે. બુધવારે ઠંડીના કારણે એક બાળકી સહિત ૧૦ લોકોનાં મોત થયા છે. બરફના પાતળા લેયરના કારણે બુધવારથી તાપામાન અત્યંત નીચું છે.
સાઉથ યુએસમાં અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ઠંડી પડી છે. ઓસ્ટીન, ટેક્સાસના રોડ પર આજે ગુરૂવારે વાહનોની ૩૦ ફૂટ (૯ મીટર) લાંબી લાઇન જોવા મળે છે. બરફના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે એક ૪૦ વર્ષીય વ્યક્તિનું કારમાં જ ઠંડીના કારણે મોત નિપજ્યું છે. નોર્થ અને સાઉથ કેરોલિનામાં ૩૨,૦૦૦થી વધુ ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.સતત બરફવર્ષા અને લૉ ટેમ્પરેચરના કારણે સાઉથ યુએસના રોડ પર બરફની ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે વાહન-વ્યવહાર ખોરવાયો છે. ઉપરાંત સ્નો ફૉલના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને મોટાંભાગની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.૮૨ વર્ષીય એક વૃદ્ધાનો મૃતદેહ હોસ્ટન એરિયામાં આવેલા તેના ઘરની પાછળ મળી આવ્યો હતો.જ્યોર્જિયામાં મેકોન એરિયામાં ધુમ્મસના કારણે કાર ટકરાતાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે.બુધવાર બપોર બાદ હવામાન વધુ ખરાબ થતાં એટલાન્ટાના સૌથી વ્યસ્ત એરપોર્ટની તમામ સર્વિસ ઠપ્પ થઇ ગઇ હતી.એટલાન્ટાનું હાટ્‌ર્સફિલ્ડ-જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ યુએસનું સૌથી વ્યક્ત એરપોર્ટ ગણાય છે. જ્યાં દરરોજ ૨,૭૦૦ ફ્લાઇટનું આવગમન થાય છે. બુધવારે બપોર બાદ અહીંની ૪૭૦ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.જો કે, શિયાળાની શરૂઆતમાં એક માત્ર બુધવારે જ આવી વિકટ પરિસ્થિતિ રહી હોય તેવું નથી. સાઉથના ફ્લોરિડા અને લ્યુસિયાના કોસ્ટમાં છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ સ્નોફૉલ થયો છે.કેરોલિનાસ અને સાઉથ વર્જિનિયામાં વિન્ટર સ્ટ્રોમ અને વિન્ટર વેધર વોર્નિંગ અલગ અલગ સ્થળોએ પોસ્ટ કરવામાં આવી છે.જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને લ્યુસિયાનાના ગવર્નર તરફથી ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. કારણ કે, બરફવર્ષાના કારણે વાહનોની અવર-જવર લગભગ અશક્ય છે.નોર્થ કેરોલિનામાં ૨,૦૦૦થી વધુ વર્કર્સ બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. સ્ટેટ હાઇવે પેટ્રોલ અનુસાર, બુધવારથી છેલ્લાં ૧૨ કલાકમાં ૧,૬૦૦ ટ્રાફિક અકસ્માત થયા છે.સોમવારે ડરહામ અને નોર્થ કેરોલિયાનામાં ૯ ઇંચ બરફવર્ષા થઇ હતી. જ્યારે સાઉથ વર્જિનિયા સહિતના અન્ય પ્રદેશોમાં ૬ ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.

Related posts

અમેરિકાને સંતુષ્ઠ કરવાનું કામ પાક.નું નથી

aapnugujarat

ઉત્તર કોરિયા પરમાણુ સાઇટ પર હજુપણ કામ કરી રહ્યું છે

aapnugujarat

રોહિંગ્યા જેહાદી તમામના દુશ્મન તરીકે છે : બાંગ્લાદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1