Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે ખીણમાં સક્રિય ૧૨ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીની યાદી જારી

હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર સબઝાર અહેમદ ભટ્ટને દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધા બાદ ભારતીય સેનાએ હવે કાશ્મીર ખીણમાં સક્રિય રહેલા ૧૨ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓની એક યાદી જારી કરી દીધી છે. આ તમામ ત્રાસવાદીઓ સેનાના હિટલિસ્ટમાં આવી ગયા છે. સૌથી કુખ્યાત અને ખતરનાક ત્રાસવાદીઓ ખીણમાં સક્રિય થયેલા છે. તેમને શોધી કાઢવા માટેનું ઓપરેશન શરૂ કરવામાં આવી ચુક્યું છે. આ યાદીમાં જે કુખ્યાત ત્રાસવાદીઓના નામ છે તેમાં લશ્કરે તોઇબાના અબુ દુજાના, હિઝબુલના રિયાઝ નિકુ ઉર્ફે ઝુબેર, ઝાકીર રશીદ ભટ્ટ ઉર્ફે ઝાકીર મુસાનો સમાવેશ થાય છે. હિઝબુલ મુઝાહિદ્દીનના રિયાઝને હાલમાં કાશ્મીરમાં હિઝબુલના કમાન્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. સબઝારને ઠાર મારી દેવામાં આવ્યા બાદ તેની જવાબદારી વધી ગઇ છે. સબઝાર શનિવારના દિવસે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. બુરહાનવાનીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સબઝારને જવાબદારી સોંપાઈ હતી. બુરહાન વાનીની જેમ જ રિયાઝ પણ સોશિયલ મિડિયા ઉપર સક્રિય રહે છે. કટ્ટરપંથી હિઝબુલ ત્રાસવાદીઓમાં તે સામેલ રહ્યો છે. બીજી બાજુ કાશ્મીર ખીણમાં મુસા પણ મોટી જવાબદારી સંભાળી રહ્યો છે. મુસા જેહાદની તરફેણ કરે છે. મુસાએ અગાઉ વિડિયો જારી કરીને કહ્યું હતું કે, તે અલગતાવાદી લીડરોને મોતને ઘાટ ઉતારી દેશે. કાશ્મીર ખીણમાં સરિયા સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવશે તો અલગતાવાદીઓને મોતને ઘાટ ઉતારી દેશે. મુસાએ હાલમાં જ હિઝબુલ સાથે છેડો ફાડી લીધો હતો. કુખ્યાત ત્રાસવાદીઓની યાદી જારી કરવામાં આવ્યા બાદ તેમને શોધી કાઢવા માટેનું ઓપરેશન પણ મોટાપાયે હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ ખતરનાક ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવા માટે વધારે પગલા લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરના બ્લાસ્ટમાં મૃતાંક વધી૧૪ થયો

aapnugujarat

ગરીબોને અનામત : મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપેલી નોટિસ

aapnugujarat

જીએસી અમલી બનતાં હવે પાસપોર્ટ માટે આધાર નંબર જરૂરી બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1