સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવીને આલોચનનાનો શિકાર કરી ચુકેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની બંકર ઉડાવવા અંગે સેનાને સલામ કર્યોછે.
કેજરીવાલે ટિ્વટર પર લખ્યું કે ભારતીય સેનાને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની પાકિસ્તાની બંકર તબાહ કરવા બદલ સલામ.
સમગ્ર દેશ ભારતીય સેના પર ગર્વ કરી રહ્યો છે. ગત્ત વખતે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તો કેજરીવાલે સેના પાસે તેના પુરાવા માંગ્યા હતા. જે અંગે ભારે વિવાદ થયો હતો. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરનાં નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનની ઘણી ચોકીઓ તબાહ કરી દેવામાં આવી હતી. આ ચોકીઓ હતી જે કવર ફાયર આપીને ઘૂસણખોરીમાં આતંકવાદીઓની મદદ કરી હતી.એલઓસી પર આવેલ ભારતનાં ગામો પર ફાયરિંગ કરતી હતી. સંભવત એવું પહેલીવાર થયું જ્યારે આર્મીએ પાકિસ્તાનની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહીનો વીડિયો પણ બહાર પાડ્યો હતો. ૨૪ સેકન્ડનાં વીડિયોમાં જોઇ શકાય છે કે એક એક કરીને ૧૬ ગોળા પાકિસ્તાની ચોકીઓ પર છોડવામાં આવ્યા. તેના કારણે પાકિસ્તાનની નજીક એક સ્કવેરકિલોમીટરનાં વિસ્તારને નુકસાન પહોંચાડ્યું હતું.
પાછલી પોસ્ટ