રેલવે દ્વારા યાત્રીઓને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર નવી સ્કીમ શરૂ કરી દીધી છે જેના ભાગરુપે રેલવે બુકિંગ હાલમાં અને પૈસા મોડેથી ચુકવી શકાશે. બાય ટિકિટ નાઉ એન્ડ પે લેટર સર્વિસ પુરી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઇપણ એક્સપ્રેસ ટ્રેન માટે પહેલા ટિકિટ બુક કરાવી શકાશે અને પૈસા મોડેથી ચુકવી શકાશે. આઈઆરસીટીસીના અધિકારીએ આજે આ મુજબની માહિતી આપી હતી. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન લિમિટેડના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, યાત્રીઓ આઈઆરસીટીસી વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી શકશે અને પૈસા મોડેથી ચુકવી શકશે. નવા સર્વિસ ઓપ્શનને ઉમેરવા માટે મુંબઈ સ્થિત કંપની ઇપેલેટર સાથે આઈઆરસીટીસી દ્વારા સહકાર કરવામાં આવ્યો છે. આઈઆરસીટીસીના પ્રવક્તા સંદીપ દત્તાએ માહિતી આપતા કહ્યું છે કે, અલબત્ત આ સર્વિસના ભાગરુપે યાત્રી પ્રવાસના પાંચ દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકે છે. ૩.૫ ટકાનો સર્વિસ ચાર્જ લાગૂ થશે. આગામી ૧૪ દિવસ સુધી પૈસા ચુકવી શકાશે. તેમણે કહ્યું હતું કે, આ વિકલ્પ માટે ઇ-ટિકિટ ઉપર જલાગૂ થશે. નવી સુવિધાની માહિતી આપતા દત્તાએ કહ્યું હતું કે, કસ્ટમરોના સીઆઈબીઆઈએલ સ્કોરમાં મુલ્યાંકન કરવામાં આવ્યા બાદ ક્રેડિટ કાર્ડ જે રીતે જારી કરવામાં આવે છે તેવી જ રીતે આ પ્રક્રિયાને અમલી કરવામાં આવશે. જે લોકો આ સર્વિસનો લાભ લેવા માંગે છે. તે લોકોને તેમના નામ, ઇ-મેઇલ આઈટી, મોબાઇલ નંબર, તેમના પાનકાર્ડ અને આધારની વિગતો પુરી પાડવી પડશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ