Aapnu Gujarat
મનોરંજન

‘તારક મહેતા’માં નહીં થાય દયાબેનની વાપસી

ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ શોમાં પરત ફરવાનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે.
સૂત્રોનુસાર, દિશા વાકાણીએ શોમાં આવવા માટે ઇન્કાર કરી દીધો છે. તે પોતાનો મોટાભાગનો સમય ૧ વર્ષની દિકરી સ્તુતિ સાથે પસાર કરવા ઇચ્છે છે.સૂત્રોનુસાર, જ્યારે એક્ટ્રેસે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં શોમાં કમબેક સિકવન્સ શૂટ કર્યો હતો ત્યારે ફેન્સ ઘણા ખુશ થઇ ગયા હતા. ત્યારે કમબેક સીન ઇન્ટરનેટ પર લીક થઇ ગયો હતો. ત્યાં સુધી કે મેકર્સ નવરાત્રિના સ્પેશિયલ એપિસોડની સાથે તેની પરત આવવાની તૈયારી કરી ચૂક્યા હતા, પરંતુ કમબેક સિકવન્સ પછી એક્ટ્રેસ શોમાંથી ગાયબ થઇ ગઇ.
મેકર્સ અને ચેનલ્સે પરત લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા તેમ છતાં દિશા પોતાની પર્સનલ લાઇફ ખાસ કરીને પોતાની દિકરીના ઉછેર પર ધ્યાન આપવાની વાત કહીને શોમાં આવવાનો ઇન્કાર કરી દીધો છે.
આ અંગે જ્યારે શોના પ્રોડ્યુસર અસિત મોદીને પૂછવામાં આવ્યુ તો કહ્યુ કે, લગ્ન અને બાળક પછી દિશાની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઇ ગઇ છે. જો તેમના પતિ અને સાસરાના લોકો તેમને કામ કરવા માટે સહજ નથી તો કોઈ કંઈ કરી શકે તેમ નથી. આટલું જ નહીં હું તેના અંગત જીવન પર કમેન્ટ કરી શકું નહીં. જો હવે તે આ શોમાં કામ કરવા નથી માંગતો તો મને તેના નિર્ણય માટે માન છે.
અસિત મોદીને પૂછવામાં આવ્યું કે નવા દયાભાભીની શોધ શરૂ થઈ ગઈ છે? તો અસિત મોદીએ તરત જવાબ આપ્યો હતો, દયાબેન વગર છેલ્લાં દોઢ વર્ષથી આ શો ચાલી રહ્યો છે. હજી આગામી છ મહિના તેઓ દયાવગર શો ચલાવી શકે તેમ છે. છ મહિનાની અંદર શું બને તે કોઈને ખબર નથી. જો દિશા આવે તો સૌથી સારું પરંતુ જો તે નહીં આવે તો તેના સ્થાને નક્કી કોઈ નવું આવશે. જ્યારે પણ નવા દયાબેનને લેવામાં આવશે, ત્યારે ચોક્કસથી હું તેની જાહેરાત કરીશ.
ઉલ્લેખનીય છે કે તારકમહેતા કા ઉલ્ટા ચશ્માને ૧૦ વર્ષ પૂરા થઇ ચુક્યા છે. જુલાઇ ૨૦૦૮થી શરૂ થયેલો આ શૉ ટેલિવિઝન હિસ્ટ્રીમાં સૌથી લાંબો ચાલનાર પાંચમો શૉ છે. આ શૉના આશરે અઢી હજાર એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યાં છે.

Related posts

બિલકુલ નોર્મલ ગર્લ હોવાનો ખુબસુરત ઇલિયાનાનો ધડાકો

aapnugujarat

સ્લીમ દેખાવવા માટે હંમેશા દબાણ હોય છે : ઇલિયાના

aapnugujarat

થકવી દેનાર ફિલ્મો કરવાની ઇચ્છા નથી : તબ્બુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1