Aapnu Gujarat
મનોરંજન

થકવી દેનાર ફિલ્મો કરવાની ઇચ્છા નથી : તબ્બુ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રી તરીકે ગણાતી તબ્બુએ પોતાની કેરિયરમાં અનેક શાનદાર ભૂમિકા અદા કરી છે. જેમાં જટિલ, ઇન્ટેન્સ અને પડકારરૂપ ભૂમિકાનો સમાવેશ થાય છે. જો કે તે હવે હળવી ભૂમિકા કરવા માંગે છે. ટેન્શનફ્રી રોલ કરવા માટે તેની ઇચ્છા છે. આ જ કારણસર તબ્બુએ આગળ ચાલીને રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં જ જ્યારે અમે આ ફિલ્મના સંબંધમાં વાત કરી રહ્યા હતા ત્યારે તબ્બુએ કહ્યુ હતુ કે તે હવે નંબર ગેમમાં પડવા માંગતી નથી. સોશિયલ મિડિયા આજે લોકોની જરૂરનો હિસ્સો છે. આને કઇ રીતે લેવામાં આવે છે તે અંગે પુછવામાં આવતા તબ્બુએ કહ્યુ હતુ કે તે ઇસ્ટાગ્રામ પર છે અને તેને લઇને ખુશ પણ છે. કારણ કે તેને હમેંશા ફોટાઓને લઇને ક્રેઝ રહ્યો છે. ટ્‌વીટર પર તે નથી. કારણ કે ત્યાં જઇને તે વાત કરતી નથી. આ તમામ બાબતો જરૂરી છે કે કેમ તે અંગે તે ચક્કરમાં પડવા માંગતી નથી. ગંભીર ફિલ્મોની શાનદાર અભિનેત્રી તરીકે આપની ઓળખ છે તેને લઇને જે છાપ ઉભી થઇ છે તેનાથી તે ખુશ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તબ્બુએ કહ્યુ છે કે તેની એક પ્રકારની છાપ ઉભી થઇ છે. આને લઇને તે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે પોતાની કોઇ ચીજને બદલી નાંખવા માટે તૈયાર નથી. તે એક ફ્લોમાં કામ કરી ચુકી છે. ક્યારેય કોઇ પરંપરાને તોડવા અથવા તો સ્થાપિત કરવા માટે કામ કર્યુ નથી. તેનુ કહેવુ છે કે તે અભિનેત્રી બનવા માટેનુ સપનુ લઇને ક્યારેય આવી ન હતી. તે હવે થકવી દેતી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક નથી. હળવુ ફિલ્મો કરવા માંગે છે. ફિલ્મો લોજિક વગરની હોવી જોઇએ કે કેમ તે અંગે પુછવામાં આવતા તબ્બુએ વધુ વાત કરી ન હતી.

Related posts

સનીનાં સ્પિલ્ટવિલા શોની શરૂઆત

aapnugujarat

महिला कलाकार ज्यादा मुखर हैं : विद्या

aapnugujarat

ટાઇગર હહોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1