Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં વિદેશી દારૂનાં ઓળખાણવાળા અને પ્રસાદીયા બુટલેગરોનાં બિન્દાસ ચોરાઉ વેપલા વચ્ચે.એલ.સી.બી અને પ્રભાસપાટણ પોલીસને મળી સફળતા

હોળી ઘુળેટીનાં તહેવારમાં વેરાવળ શહેરમાં વિદેશી દારૂની માંગ વઘી જાય છે. જો કે આ વર્ષે જીલ્લા પોલીસ અઘિક્ષક હિતેષ જોઇસર દ્વારા હોળી ઘુળેટીનાં તહેવારમાં દારૂનાં દુષણને ડામવા કડક સુચનાઓ આપવામાં આવેલ જે અંર્તગત ગીર સોમનાથ જીલ્લા એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પી.આઇ. બી.બી.કોલીનાં માર્ગદર્શન હેઠળ ચાંપતી નજર રાખવામાં આવી રહેલ. દરમ્યાન એલ.સી.બી.નાં હેડકોન્ટેબલ રામદેવસિંહ જાડેજાને મળેલી બાતમી આઘારે પી.એસ.આઇ વડુકર, સંગ્રામસિંહ ગોહીલ, લખમણ મેતા, મુળુભાઇ સોલંકી, અરજણ ભાદરકા સહિહનો સ્ટાફ વોચમાં રહેલ ત્યારે ભાલપરા નજીક વેરાવળ તરફ આવતી નીશાન માઇક્રા ને રોકી તલાશી લેતા કાર માંથી જુદી જુદી બ્રાન્ડનાં વિદેશી દારૂની બોટલો તેમજ બીયરની પેટીઓ મળી ૪૦,૮૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ. વિદેશી દારૂ લઇ આવી રહેલ કાર ચાલકની પુછપરછ કરતાં તેણે પોતાનુ નામ ખારવા વંદન મગન ઉર્ફે ગોલી વણીક હોવાનુ અને પોતે વેરાવળ ૬૦ ફુટ રોડ પર પંચવટી સોસાયટી માં રહેતો હોવાનું જણાવેલ તેમજ આ દારૂ નો જથ્થો રામા રબારી નામના યુવક પાસે થી મેળવ્યાનું જણાવતાં પોલસે ૪૦,૮૦૦ ના વિદેશી દારૂ તેમજ કાર અને મોબાઇલ મળી કુલ ૧,૬૦,૮૦૦ ના મુદ્દામાલ સાથે વંદન મગન ઉર્ફે ગોલી વણીક ખારવા યુવકની ઘરપકડ કરી ઘોરણેસરની કાર્યવાહી હાથ ઘરી છે જયારે રામા રબારી ને ઝડપી લેવા ચક્રો ગચિમાન કરેલ છે. વર્ષો થી વેરાવળ શહેર માં હોળી ઘુળેટીનાં તહેવારોમાં વિદેશી દારૂની રેલમછેલ થતી જે દુષણ અટકાવવા પોલીસ માટે પોલીસ ની કામગીરીને લોકોએ બિરદાવી છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (પ્રભાસપાટણ)

Related posts

બર્ફીલી રમતોમાં ભાવનગર જિલ્લાના સરકારી અધિકારીએ કાઠું કાઢ્યુ

editor

આર્થિક સંકડામણ : સ્કૂલવાન ચાલકે શાકભાજીની લારી શરૂ કરી

editor

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત

editor

Leave a Comment

UA-96247877-1