Aapnu Gujarat
Uncategorized

આર્થિક સંકડામણ : સ્કૂલવાન ચાલકે શાકભાજીની લારી શરૂ કરી

કોરોના વાયરસના કારણે લોકોને આર્થિક મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. એક તરફ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ છે. તો બીજી તરફ કેટલાક લોકોના ધંધા રોજગારો ભાંગી ગયા છે. લોકડાઉન બાદ માંડ-માંડ લોકોનો વ્યવસાય શરૂ થયો પરંતુ ફરીથી કોરોના પોઝિટિવ કેસો વધતા તંત્ર દ્વારા કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે પરંતુ કોઇ પણ માણસની મનોબળની શક્તિ તેને પરિસ્થિતિ સામે લડવા માટે મજબૂત કરે છે. માણસમાં હિંમત હોય તો તે શૂન્યમાંથી સર્જન કરી શકે છે.
ત્યારે અમદાવાદના એક એવા વ્યક્તિની વાત કરવી છે કે, જે સ્કૂલવાનના વ્યવસાય સાથે સંકડાયેલો હતો અને તે એક બે નહીં પણ ચાર-ચાર સ્કૂલવાનનો માલિક હતો પરંતુ કોરોના વાયરસે આ વ્યક્તિના રોજગારને એવી થપાટ મારી કે, તેને આર્થિક મુશ્કેલીમાં મુકાવું પડ્યું અને તે વ્યક્તિ બે વર્ષ બેરોજગાર રહ્યા બાદ તેને પોતાનું ગુજરાત ચલાવવા માટે શાકભાજીની લારી શરૂ કરી અને પોતાનો નવો વ્યવસાય તે કરવા લાગ્યો.
રિપોર્ટ અનુસાર અમદાવાદના રાણિપ વિસ્તારમાં પરિવારની સાથે વિક્રમ પટેલ નામનો વ્યક્તિ રહે છે. વિક્રમ પટેલ હાલ અમદાવાદમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિક્રમ પટેલ તેમના પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન સ્કૂલવાનનો બિઝનેસ કરીને ચલાવતા હતા પરંતુ કોરોનાની મહામારી એ તેમના બિઝનેસને બંધ કર્યો.
કોરોનાના કારણે શાળા કોલેજો બંધ હોવાના કારણે હાલ બાળકો શાળાએ જતા નથી. તેના કારણે તેમની સ્કૂલવાન પોતાના ઘરે જ પડી રહે છે. પોતાની પાસે ચાર-ચાર સ્કૂલવાન હોવા છતાં પણ પોતે બેરોજગાર થયા હતા. વિક્રમ પટેલ સ્કૂલવાન ચલાવવા માટે ડ્રાઈવરો પણ રાખતા હતા પરંતુ કોરોના એ તેમના ધંધા-રોજગાર બંધ કર્યો પરંતુ તેમને પરિસ્થિતિને સામે હાર ન માની અને તેમને ધંધો શરૂ થશે તે રાહ જોવાને બદલે પોતાના ડ્રાઇવરોને રીક્ષા લઈ આપી, તો બીજા ડ્રાઈવરને ટેમ્પો ચલાવવાનું નક્કી કરી આપ્યું અને અન્ય ડ્રાઇવર તેમના પરિવારની સાથે વતન ચાલ્યા ગયા. ખુદ વિક્રમ પટેલે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીની લારી શરૂ કરી અને તેઓ શાકભાજીનું વેચાણ કરીને પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે એટલે જ વ્યક્તિનું મનોબળ મજબૂત હોય તો તેને કોઈ પણ જગ્યાએથી ધંધો રોજગાર મળી શકે છે.

Related posts

ગીર-સોમનાથ જિલ્લામાં ૧૧૭ શતાયુ મતદારો

aapnugujarat

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

૧૨ ગામના લોકોની આજે આત્મવિલોપન કરવા ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1