Aapnu Gujarat
Uncategorized

૧૨ ગામના લોકોની આજે આત્મવિલોપન કરવા ચેતવણી

લિગ્નાઇટનો જથ્થો મેળવવાની લ્હાયમાં ગુજરાત સરકાર અને ગુજરાત પેટ્રોકેમીકલ્સ દ્વારા ભાવનગર જિલ્લાના બાડી અને આસપાસના ૧૨ ગામોમાં બળજબરીપૂર્વક જમીન સંપાદનના પ્રયાસોના આખરે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. હજારો ખેડૂતોએ આજે સરકારની બળજબરી અને તંત્રના દમન સામે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને વાત એટલી હદે વણસી હતી કે, પોલીસને એક તબક્કે ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. જો કે, સ્થાનિક ખેડૂતો સહિતના હજારો ગ્રામજનો સરકાર કે તંત્ર સામે નમતુ જોખવાના મુડમાં નથી અને આવતીકાલે ભાવનગર જિલ્લાના ઘોઘા પાસેના ૧૨ ગામોના લોકો દ્વારા આવતીકાલે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતાં ગુજરાત સરકાર, સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ફફડી ઉઠયા છે. ૧૨ ગામોના લોકોએ એકસાથે જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે અને તેથી સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. ભાવનગર જિલ્લાની બે મોટી ઘટનાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સમાચાર માધ્યમોનું કેન્દ્ર બની છે. એક તરફ ઉમરાળા તાલુકાના ટીંબી ગામે થયેલી દલિત યુવાનની હત્યાને કારણે વિવાદ જોરશોરથી ચગ્યો છે, ત્યારે બીજી તરફ ઘોઘા તાલુકાના બાડી અને તેની આજુબાજુના ૧૨ ગામોની જમીનનો કબજો મેળવવા કરાઇ રહેલા પ્રયાસો સામે સંઘર્ષે ચડેલા ખેડૂતો આજે ઉશ્કેરાતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. ૧૦ હજારથી વધુ લોકોમાં મહિલાઓ બેકાબૂ બનતા પોલીસને એક તબક્કે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હકતી. લોકોના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતા સ્થિતિ વધુ વણસી હતી. તંત્ર દ્વારા ઘટનાસ્થળે ૫ાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજના દેખાવોમાં મહિલાઓ બહુ ઉગ્ર બની હતી અને પોલીસ માટે તેમને કાબૂમાં લેવાનું ભારે પડી ગયું હતુ. એક તબક્કે મહિલાઓનું ટોળુ વિફરતા પોલીસ માટે પરિસ્થિતિ બેકાબૂ બનતાં આખરે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા બેભાન બની હોવાનું જાણવા મળ્યું છે. તો, ત્રણ ગ્રામજનોને ઇજા પણ પહોંચી હતી. આજના વિરોધ-દેખાવો કાર્યક્રમ દરમ્યાન પોલીસ દ્વારા ૫૦થી વધુ મહિલાઓ સહિત ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે. લાઠીચાર્જને લઇને ખેડૂતો વધુ રોષે ભરાયા હતા. તો, કેટલીક મહિલાઓ સાથે પોલીસની ગેરવર્તણૂંક અને અણછાજતા વર્તનને લઇને પણ પરિસ્થિતિ વણસી હતી.
હવે આવતીકાલે ૧૨ ગામોના ગ્રામજનોની સામૂહિક આત્મવિલોપનની ચીમકીને લઇ સમગ્ર ભાવનગર પંથકમાં પાંચ હજારથી વધુ પોલીસ, એસઆરપી સહિતના સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે. પોલીસ દ્વારા બાડી સહિતના ૧૨ ગામો અને તેની ફરતે સતત પેટ્રોલીંગ કરાઇ રહ્યું છે.

Related posts

ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો કાંધ આપવા સગાઓ પણ નથી ફરકતા

editor

अगस्त में कारों की बिक्री 14 प्रतिशत बढ़ी

editor

जम्मू-कश्मीर ठंड से कांपा

editor

Leave a Comment

UA-96247877-1