Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીના દત્તક ગામમાં કોઇપણ નવી સુવિધાઓ નથી

દેશમાં આગામી વર્ષે થનાર સામાન્ય ચૂંટણીથી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરકે રજૂ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર ઉત્તર પ્રદેશના અમેઠી અને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવામાં આવેલા ગામ જગદીશપુર પહોંચીને જમીની સ્થિતિ ચકાસણી કરવામાં આવતા અનેક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. ધ્યાન આપવામાં આવતા જાણવા મળ્યું છે કે, ગામમાં હજુ સુધી કોઇ સુધારા વધારા થયા નથી. રાહુલ ગાંધીની લોકો હજુ પણ રહા જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીના આદર્શગામમાં વિકાસના કોઇ કામ થયા નથી. જગદીશપુર ગામ દેશ દુનિયાના લોકોની નજરમાં છે પરંતુ અહીં વિકાસના નામ ઉપર કુલ એક પાણીની ટાંકી મળી છે. બીજા કોઇ કામ થયા નથી. પાણીની ટાંકીમાં પણ હજુ સુધી કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યારે રાહુલ ગાંધીએ આ ગામને દત્તક લીધું ત્યારે મિડિયાના લોકો તથા વહીવટીતંત્રના લોકો તથા નેતાઓની અવરજવર શરૂ થઇ ગઇ હતી. મોટી સંખ્યામાં ગાડીઓ અહીં પહોંચતી હતી પરંતુ થોડાક દિવસ સુધી જ આ પ્રક્રિયા ચાલી હતી. ચાર વર્ષ પરિપૂર્ણ થનાર છે પરંતુ આની નોંધ લેનાર કોઇ નથી. ગામના સ્થાનિક પ્રતિનિધિઓનું કહેવું છે કે, ગામ દત્તક લીધાને ચાર વર્ષ પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં હજુ સુધી એવી કોઇ બાબત જોવા મળી નથી. આસપાસના ગામોની સરખામણીમાં જગદીશપુરને વધુ યોગ્ય બતાવી શકાય તેવા કોઇ કામ થયા નથી. હોસ્પિટલ અહીંથી ૧૦ કિલોમીટરના અંતરે છે. બેંક, ઇન્ટરકોલેજ અને ઉચ્ચ શિક્ષણ માટે પણ ગામમાં કોઇ કામ થયા નથી. જો રાહુલ ગાંધી પ્રયાસ કરે તો આ ગામની સ્થિતિમાં સુધારો થઇ શકે છે પરંતુ રાહુલે આની તરફ ધ્યાન આપ્યું નથી. એનડીએ સરકારની મહત્વકાંક્ષી યોજના સાંસદ આદર્શક ગ્રામ યોજનાને અમલી બન્યાને ચાર વર્ષ થઇ ચુક્યા છે પરંતુ આ ગાળા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા દત્તક લેવામાં આવેલા જગદીશપુરમાં સ્થિતિ બદલાઈ નથી. તમામ સુવિધાઓનો અભાવ છે.

Related posts

किसान आंदोलन : हार्दिक के बाद सिंधिया हिरासत में

aapnugujarat

मिशन बंगाल पर नड्डा : ‘लोक्खो सोनार बांग्ला’ का शुभारंभ

editor

ભારતને ઓક્ટો. -ડિસે.માં એસ-૪૦૦ મિસાઈલનો પહેલો જથ્થો મળશે

editor

Leave a Comment

UA-96247877-1