Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત બનાવટી નોટ કબજે કરવાના મામલે દેશમાં પ્રથમ

નોટબંધીના ગાળા બાદ પ્રથમ વર્ષમાં બનાવટી નોટ કબજે કરવાના મામલામાં ગુજરાત દેશમાં સૌથી આગળ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. જાન્યુઆરી ૨૦૧૭થી લઇને ફેબ્રુઆરી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં મોટી માત્રામાં બનાવટી નોટ કબજે કરવામાં આવી છે. આ મામલામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. જાન્યુઆરી ૨૦૧૭થી ફેબ્રુઆરી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ગુજરાતમાં ૨.૩૧ કરોડની બનાવટી નવી નોટો કબજે કરવામાં આવી ચુકી છે. જ્યારે દેશભરમાં ૬.૭૭ કરોડની કુલ જપ્ત કરવામાં આવેલી બગસ નોટની સામે ગુજરાતમાં આ આંકડો ૨.૩૧ કરોડનો રહ્યો છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે હાલમાં જ આ અંગેના અહેવાલ પ્રકાશિત કર્યા હતા. આ યાદીમાં મિઝોરમ ૧.૨૩ કરોડની બનાવટી નોટ જપ્ત કરવાની સાથે બીજા ક્રમે છે. દેશમાં બનાવટી નોટો કબજે કરવાને લઇને મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના કહેવા મુજબ ૧૧૬૯૨૦૦૦ની કિંમતની ૫૦૦ રૂપિયાના દરની ૫૮૪૬ નોટ જપ્ત કરવામાં આવી છે જ્યારે ૧૧૪૧૧૬૦૦૦ની કિંમતની ૨૦૦૦ના દરની ૨૨૮૩૨ નોટ ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવી ચુકી છે. ભારતના આંકડાની વાત કરવામાં આવે તો ૫૧૧૩૬૦૦૦ની કિંમતની ૫૦૦ના દરની ૨૫૫૬૮ નોટ જપ્ત કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે ૧૬૬૫૨૦૦૦ની કિંમતની ૨૦૦૦ની ૩૩૩૦૪ નોટ જપ્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ટોચના અધિકારીઓનું કહેવું છે કે, સમૃદ્ધ રાજ્યમાં બનાવટી નોટ જપ્ત કરવાને લઇને આંકડા ખુબ જ આશાસ્પદ રહ્યા છે. સમૃદ્ધ રાજ્યમાં બનાવટી નોટને વહેલીતકે બજારમાં તરતી કરવા માટે આધાર છે. આવી સ્થિતિમાં ખુબ જ સાવચેતીપૂર્વક તંત્ર દ્વારા પગલા લેવામાં આવતા આ નોટો જપ્ત કરવામાં આવી છે. બનાવટીને નોટોને તરતી કરવાના મામલામાં પકડાયેલા મોટાભાગના આરોપી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના રહ્યા છે. ગુજરાત અને અન્ય મોટા વિસ્તારો મારફતે આ નોટને તરતી કરવામાં આવે છે. રાજ્યના મંત્રી કહી ચુક્યા છે કે, ગયા વર્ષે મોટાપ્રમાણમાં બોગસ નોટો જપ્ત કરવામાં આવી હતી. પોલીસ અને અન્ય સંસ્થાઓની જાગૃતિ આના માટે મુખ્યરીતે સફળ ઓપરેશન માટે જવાબદાર છે.

Related posts

ભારત-જાપાન સાથે મળી એશિયામાં નવી ઉંચાઈઓ સર કરશે : સીએમ વિજય રૂપાણી

aapnugujarat

તળાવમાં શોધખોળ:ગરબાડાના અભલોડના લીલવા તળાવમાં ડૂબેલા યુવકનો 24 કલાક બાદ પણ પત્તો નહીં

aapnugujarat

અમદાવાદની ફાર્મા ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા લાગી આગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1