Aapnu Gujarat
ગુજરાત

સરકારની હાઇકોર્ટમાં કબૂલાત : રાજ્યમાં ૫૨ હજાર કરતા વધુ દર્દી ઓક્સિજન પર

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ૧ એપ્રિલથી પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. હાલ પ્રતિદિન ૧૩૦૦૦ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. જેથી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મળવા મુશ્કેલ છે. તો સારવાર માટે હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લોકોએ લાઇનમાં ઊભા રહેવુ પડી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની પિટિશન થઈ હતી. આ પિટિશન દરમિયાન હાઇકોર્ટમાં સરકારને કોરોનાની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા વધુ એક વખત આ મામલે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. ખુદ સરકારે ૧૦૮, રેમડેસિવીર અને ઓક્સિજન મામલે કબુલાત કરી હતી અને સાથે સરકાર દ્વારા એવી પણ કબૂલાત કરવામાં આવી હતી કે, રાજ્યની હોસ્પિટલોમાં ૫૨ હજાર કરતા પણ વધારે દર્દીઓ ઓક્સિજન પર છે.
રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે તેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધીમાં ૩૩,૬૨,૯૬૫ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં ૧૩,૧૪,૨૬૪ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સરકારે એવું પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી રેમડેસિવીર ઇન્જેક્શનનો વધારે જથ્થો માગ્યો છે.
આ ઉપરાંત હોસ્પિટલમાં કોરોનાના દર્દી દાખલ કરવા મામલે સરકારે કબૂલાત કરી હતી કે, અમદાવાદ મહાનગરપાલિકા અને ૧૬૨ પ્રાઇવેટ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ૧૦૮માં જે દર્દી આવે છે, તેમને દાખલ કરવામાં આવે છે અને હોસ્પિટલની બહાર ૧૦૮ વેઇટિંગમાં હોય તેમાં રહેલા દર્દીની એમ્બ્યુલન્સમાં સારવાર થાય છે. થોડાં દિવસો પહેલા ગુજરાતના એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં કબૂલાત કરી હતી કે, રેમડેસિવીર ઇન્જેક્શન પર રાજ્ય સરકારનો કોઇ અંકુશ નથી ત્યારે આ વખતે બીજા સોગંદનામામાં જણાવાયુ છે કે, રાજ્યમાં ઓક્સિજન અને ઇન્જેકશનના જથ્થાનો અંકુશ કેન્દ્ર સરકારે લીધો છે.
રાજ્ય સરકારે એવી પણ કબૂલાત કરી છે કે, હાલ ગુજરાતમાં ૫૨૦૩૬ દર્દી હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર સારવાર લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધતા દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ ગઈ છે. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓ વેઇટિંગમાં ઊભા રહ્યા છે. આ ઉપરાંત હાલ કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની વધારે જરૂર પડી રહી છે. તેથી દર્દીના પરિવારજનો ઓક્સિજન શોધવા માટે પણ શહેરોમાં નીકળી રહ્યા છે. રાજકોટ અને સુરતમાં ડૉક્ટરોએ પણ તંત્રને વહેલામાં વહેલી તકે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવાની અપીલ કરી હતી, નહીં તો દર્દીના જીવ જોખમમાં મુકાશે તેવુ પણ કહ્યું હતું.

Related posts

વોટબેંક મેળવવા માટે કોંગ્રેસે હવે ઓબીસી ટ્રમ્પ કાર્ડ રમ્યું

aapnugujarat

ગુજરાત ચૂંટણી : બીજા ચરણ માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત

aapnugujarat

સાવકા પિતાએ જ બળાત્કાર ગુજારી પુત્રીને ગર્ભવતી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1