Aapnu Gujarat
મનોરંજન

સ્લીમ દેખાવવા માટે હંમેશા દબાણ હોય છે : ઇલિયાના

પોતાની પ્રથમ ફિલ્મ બરફી મારફતે જ ચાહકોનુ ધ્યાન ખેંચનાર સેક્સી સ્ટાર ઇલિયાના ડી ક્રુઝ હવે મુબારકા ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તે અર્જુન કપુર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અથિયા શેટ્ટી પણ છે. ઇલિયાનાનુ કહેવુ છે કે દરેક અભિનેત્રી પર સ્લીમ દેખાવવા માટે દબાણ તો રહે છે. આને લઇને તે બિલકુલ પરેશાન નથી. બરફી અને રૂસ્તમ જવી ફિલ્મોના કારણે તેના લુકની ભારે પ્રશંસા થઇ હતી. મુબારકાની વાત કરતા તે કહે છેકે અર્જુન કપુર સાથે તેની ખુબ સારી કેમિસ્ટ્રી છે. આથિયા શેટ્ટી સાથે તેના સારા સંબંધ છે. ઇલિયાના કહે છે કે અર્જુન કપુર અને વરૂણ ધવન બે જુદા જદા સ્વભાવના સ્ટાર છે. એકબાજુ વરૂણ ખુબ જ હાઇપર એક્ટિવ અને એનર્જીના ભંડાર તરીકે છે. જ્યારે અર્જુન કપુર સેટ પર હમેંશા શાંત રહે છે. તે સંતુલિત રહે છે. કેટલીક વખત તે મસ્તીના મુડમાં આવી જાય છે. તેની સૌથી સારી બાબત એ છે કે તે કેટલીક વખત મુડમાં આવી જાય છે. અર્જુન કપુરને ફિલ્મ મેકિંગ અંગે અનેક માહિતી છે. તે કેટલીક ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે રહી ચુક્યો છે. તેનુ કહેવુ છે કે ફિલ્મની પટકથા તમામને પસંદ પડી જશે.ઇલિયાના કહે છે કે સેલ્ફ એસ્ટીમ અને બોડી વેટને લઇને કેટલાક પ્રશ્ન રહ્યા છે. તેનુ કહેવુ છે કે તે પ્લાસ્ટિક સર્જરીમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છ કે ખુબસુરત યુવતિઓને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની કોઇ જરૂર તેને દેખાતી નથી. ઇલિયાના બોલિવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે સતત ફિલ્મો આવી રહી છે. અર્જુન કપુરે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત ઇશ્કજાદે ફિલ્મથી કરી હતી.

Related posts

એશ સાથે ફિલ્મમાં કામ કરવા અભિષેક બચ્ચને ઇન્કાર કર્યો

aapnugujarat

सपना चौधरी के आईटम नंबर ने मचाया धमाल, अब पंजाबी फिल्म में दिखाए जलवे

aapnugujarat

ड्रग मामले में धर्मा प्रोडक्शन के कार्यकारी निर्माता क्षितिज रवि प्रसाद गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1