Aapnu Gujarat
મનોરંજન

યમલા પગલા દિવાના-૩માં કાજલ મુખ્ય રોલમાં દેખાશે

યમલા પગલા દિવાનાનો ત્રીજો ભાગ હવે બનાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં કામ કરવા માટે કાજલ અગ્રવાલ તૈયાર થઇ ગઇ છે. તે ફિલ્મ સાઇન કરી ચુકી છે. તે ફિલ્મમાં બોબી દેઓલની પ્રેમિકાના રોલમાં નજરે પડનાર છે. સમીર કાર્ણિકે વર્ષ ૨૦૧૧માં યમલા પગલા દિવાના નામની એક્શન કોમેડી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલે ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં યમલા પગલા દિવાના-૨ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મ પણ હિટ રહી હતી. આ ફિલ્મમાં પણ આ ત્રણેયની જોડી જ ચમકી હતી. હવે ફરી આ ત્રિપુઠી જાદુ જગાવવા માટે તૈયાર છે. કાજલ ફિલ્મને લઇને ભારે ખુશ છે. એક મહિના અગાઉ તે આ ફિલ્મ સાઇન કરી ચુકી છે. તે આધુનિક યુવતિની ભૂમિકા અદા કરનાર છે. ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં ફિલ્મનુ શુટિંગ શરૂ થનાર છે. હૈદરાબાદના રામોજી સ્ટુડિયોમાં ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. કાજલ અગ્રવાલ દક્ષિણ ભારતની ફિલ્મોમાં સુપર હિટ રહી છે. તે કેટલીક તમિળ અને તેલુગુ ફિલ્મ કરી ચુકી છે. છેલ્લે રોહિત શેટ્ટીની સિંઘમમાં નજરે પડી હતી. જેમાં અજય દેવગનની ભૂમિકા અદા કરી હતી. નીરજ પાન્ડેની સ્પેશિયલ ૨૬માં પણ તે અક્ષય કુમારની સાથે દેખાઇ હતી. દિપક તિજોરીની દો લફજો કી કહાનીમાં તે રણદીપ હુડા સાથે નજરે પડી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.

Related posts

जाह्नवी और ईशान के सर चढ़ा सक्सेस

aapnugujarat

ઝલક દિખલા જા માધુરી જજ કરશે

aapnugujarat

Ajay लेकर आ रहे हैं बंगाली क्राइम थ्रिलर सीरीज

editor

Leave a Comment

UA-96247877-1