બોલિવુડની બ્યુટીક્વીન એેશ્વર્યા રાય બચ્ચને હાલમા ંજ યે દિલ હે મુશ્કિલમાં જોરદાર ભૂમિકા કરીને પોતાની ખુબસુરતીની સાથે સાથે પોતાની એક્ટિગ કુશળતા પણ ફરી દર્શાવી હતી. પરંતુ એમ લાગે છે કે પતિ અભિષેક બચ્ચન એશના જાદુથી વધારે પ્રભાવિત નથી. એવા અહેવાલ મળી રહ્યા છે કે અભિષેક પોતાની જ ફિલ્મમાં એશને લેવા માટે ઇચ્છુક નથી. હકીકતમાં અભિષેક પોતાની ફિલ્મ લેફ્ટી માટે શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મના સહ નિર્માતા તરીકે પણ તે રહ્યો છે. પ્રભુ દેવા ફિલ્મના નિર્દેશક તરીકે છે. ફિલ્મની અભિનેત્રી માટે હાલમાં કોઇનુ નામ નક્કી કરવામાં આવ્યુ નથી. અભિષેકને લાગે છે કે ફિલ્મ માટે કોઇ નવા ચહેરાની પસંદગી કરવામાં આવે તે જરૂરી છે. એશવર્યા રાય બચ્ચન આ ફિલ્મ માટે આદર્શ હોવા છતાં તેને લેવા માટે અભિષેક ઇચ્છુક નથી. અભિષેક એશ્વર્યા રાય બચ્ચનના બદલે કોઇ નવા ચહેરાને સામેલ કરવા માટે ઇચ્છુક છે. એશવર્યા રાય બચ્ચન આ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક હતી. પરંતુ હવે એશની આ ઇચ્છા પૂર્ણ થશે નહી. અભિષેકના આ નિવેદન બાદ એવુ પણ લાગી રહ્યુ છે કે એશ અને અભિષેક વચ્ચે તમામ બાબતો યોગ્યરીતે આગળ વધી રહી નથી. આ અગાઉ પણ જ્યારે એશની ફિલ્મ જજબા આવી હતી ત્યારે અભિષેકે એશની સાથે હળવુ વર્તન કર્યુ હતુ. હવે ફરી એકવાર એશના સંબંધમાં અભિષેકે નિર્ણય કર્યો છે જેથી એશની નારાજગી સ્વાભાવિક છે. જાણવા મળ્યુ છે કે લેફ્ટી નામની ફિલ્મ એક સાયન્સ ફિલ્મ છે. આ ફિલ્મમાં વૈજ્ઞાનિક બાબતોને શાનદારરીતે રજૂ કરવામાં આવનાર છે.
આગળની પોસ્ટ