Aapnu Gujarat
મનોરંજન

બિલકુલ નોર્મલ ગર્લ હોવાનો ખુબસુરત ઇલિયાનાનો ધડાકો

બોલિવુડ અને દક્ષિણ ભારતની અનેક ફિલ્મોમાં કામ કરીને પોતાની કુશળતા સાબિત કરી ચુકેલી ખુબસુરત ઇલિયાના ડી ક્રુઝનુ કહેવુ છે કે તે બિલકુલ નોર્મલ ગર્લ તરીકે છે. તે તેને ક્યારેય કોઇ સેલિબ્રિટી તરીકે ગણતી નથી. તેનુ કહેવુ છે કે તે દરેક ભાષામાં બની રહેલી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. વર્ષ ૨૦૦૬થી હિન્દી ફિલ્મો અને અન્ય ભાષાની ફિલ્મો કરી રહેલી ઇલિયાનાએ કહ્યુ છે કે તે હજુ પણ સંઘર્ષ કરી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ઇલિયાના ડી ક્રુઝે એક બ્રાન્ડ માટે વિડિયો માટે શુટિંગ કર્યુ હતુ. ફિલ્મી કેરિયર દરમિયાન તેના સંઘર્ષના દિવસોની પણ યાદ કરે છે. પોતાની અંગત સમસ્યા અંગે વાત કરવાની બાબત કેટલી ખતરનાક અને જરૂરી છે તે અંગે પુછવામાં આવતા ઇલિયાનાએ કહ્યુ હતુ કે તે પોતાને કોઇ સેલિબ્રિટી તરીકે ગણતી નથી. જેથી બોલિવુડમાં અને સામાન્ય લાઇફમાં સરળ રીતે આગળ વધી રહી છે. તે કેટલાક સામાજિક વિષય સાથે પણ જોડાઇ જવા માટેની ઇચ્છા ધરાવે છે. તેનુ કહેવુ છે કે પોતાની તકલીફને લઇને સાવધાન રહેવાની બાબત દરેક માટે ઉપયોગી છે. બોલિવુડમાં ઇલિયાનાએ રણબીર કપુર સાથે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત બરફી મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ પણ ભૂમિકા અદા કરી હતી.
ખુબસુરત ઇલિયાના માને છે કે બોલિવુડમાં હાલના સમયમાં નવી નવી અભિનેત્રીઓની એન્ટ્રી થઇ રહી છે. આ તમામના કારણે સ્પર્ધા વધી રહી છે. જો કે તે નવી અને પહેલાથીજ રહેલી અભિનેત્રીને લઇને પરેશાન નથી. તે અક્ષય કુમારની સાથે રૂસ્તમમાં અને અજય દેવગનની સાથે બાદશાહોમાં નજરે પડી હતી.

Related posts

जॉन अब्राहम हुए घायल

editor

राजकुमार राव और मौनी रॉय की ‘मेड इन चाइना’ दिवाली पर रिलीज होगी

aapnugujarat

થકવી દેનાર ફિલ્મો કરવાની ઇચ્છા નથી : તબ્બુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1