Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ એલસીબી ટીમે દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

વડોદરા ગ્રામ્યના લોકલ ક્રાઇમબ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ તથા સ્ટાફ દ્વારા બાતમીના આધારે ડભોઇ તાલુકાના ટીમ્બી, દંગીવાળા ગામ પાસેથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇ જઈ રહેલ ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ લોકલ ક્રાઇમબ્રાન્ચ વડોદરા ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલ તથા સ્ટાફ દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ડભોઇ બોડેલી રોડ ઉપર પ્રોહિડ્રાઇવની કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે એક બ્લ્યુ કલરની મારુતિ સિયાઝ ગાડી બોડેલી તરફથી વડોદરા તરફ વિદેશી દારૂનો જથ્થો લઇ પસાર થવાની છે જે હકીકતના આધારે પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારવાળી ગાડી આવતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી ડભોઇ તાલુકાના ટીમ્બી, દંગીવાળા અને તેનાથી આગળ દીપાપુરા ગામના વળાંક પાસેથી બાતમીના આધાર વાળી કાર પકડી પાડી હતી જે પૈકી ગાડીમાં સવાર ત્રણ શખ્સોને પકડતા તેઓનું નામ બાબારખાન હબીબખાન પઠાણ રહે,નાગરવાળા નવીધરતી વડોદરા, અમીનભાઈ રફીકભાઈ શેખ રહે,નાગરવાળા નવીધરતી વડોદરા,અને ચેતનભાઈ અશોકકુમાર રાણા રહે,ગોલવાડ સરકારી સ્કુલ નં. ૧૦ પાસે વડોદરાની કાર સહિત મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસહની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પક્ડી પાડેલ નંબર વગરની સિયાઝ ગાડીની તપાસ કરતા તેનો રજી,નંબર ય્ત્ન ૦૬ ઁઝ્ર ૩૨૦૬ નંબરની ગાડીમાં વગર પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૫૭૬ જેની કિંમત ૨,૭૬,૨૦૦ તથા દારૂની હેરફેરમાં વપરાયેલ ગાડી મારુતિ સિયાઝની કિંમત ૭,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૩ મળી ૨૦,૫૦૦, મળી કુલ મુદ્દામાલની કિંમત ૯,૯૪,૧૦૦ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડેલ છે, જેઓની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરી આપનાર ધનજી રાઠવા જેના સરનામા અંગેની કોઈ જાણકારી ન હોવાનું પકડાયેલ શખ્સોએ જણાવ્યું હતું.આ સાથે તમામ મુદ્દામાલ સહિત પકડાયેલ શખ્સો વિરુદ્ધ આગની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

જામળામાં સામાન્ય બોલાચાલી બાદ હિંસક અથડામણ

aapnugujarat

સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્‍ત થયા બાદ રેતી ખનન પર પ્રતિબંધ

editor

गोमतीपुर इलाके में पुत्र प्राप्ती की लालच में पत्नी के साथ मारपीट करने से मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1