Aapnu Gujarat
ગુજરાત

ડભોઇ નગરપાલિકાના મહેકમ, વાહન અને ડીસ્પેચ ઑફિસની હાલત કફોડી

ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓ જીવ ના જોખમે ભયના ઓથા હેઠળ મહેકમ, વાહન અને ડિસ્પેચ વિભાગની ઑફિસમાં કામ કરી રહ્યા છે. નગરપાલિકાની આ કફોડી હાલત જોઈને નગરપાલિકાના વહીવટી તંત્રનો અંદાજો લગાવી શકાય છે, જે નગરપાલિકા તંત્ર પોતાની ઑફિસમાં જ ધ્યાન નથી આપતી તે નગરપાલિકા સામાન્ય જનતાના કામો કઈ રીતે કરતી હશે જેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.નગરપાલિકાની ઘણી ઓફિસોની હાલત વર્ષોથી બિસ્માર છે છતાં કોઈ પ્રકારનું રિનોવેશન કે રિપેરિંગ સુદ્ધાનું કામ કરાવવામાં ના આવતા ઈમારતની ઘણી ઓફિસોમાં હાલ બેસવું પણ જોખમકારક બની ગયેલ છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે જે શૌચાલય છે તેનો દરવાજો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીની શૌચાલયની યોજના અંતર્ગત નગરપાલિકાએ ડભોઇના ઘણા વિસ્તારોમાં શૌચાલય બનાવ્યા ફક્ત પોતાની ઑફિસ પર ધ્યાન આપી ના શક્યાં આવી તો ઘણી બાબતો છે જેની પર નગરપાલિકાએ ધ્યાન રાખવાની જરૂર છે.
ડભોઇ નગક્‌માં સ્વછતા અને વિકાસ કાર્યોની ડંફાસ મારતું નગરપાલીકા તમામ મુદ્દે નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે.નગરપાલિકા પોતાના જ કર્મચારીઓને સુવિધા નથી આપી શકતા તો સામાન્ય લોકો ને તો શું આશા હોય ?હાલ શાસક પક્ષ અને વિરોધ પક્ષના એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં વ્યસ્ત છે.બાકી પાયાની સુવિધા પર ધ્યાન આપવામાં કોઈ ને રસ નથી. બિસ્માર તથા ખખડધજ ઑફિસમાં કામ કરતા કોઈ કર્મચારીને ગંભીર ઇજા થશે તો જવાબદારી કોની રહેશે ?હાલ નગરપાલિકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચારના આરોપો જોતા લાગી રહ્યું છે કે પાંચ વર્ષ સભ્યો પોતાના જ પેટ ભરવામાં વ્યસ્ત હતા જેવી વાતો ડભોઇ નગરમાં ટોક ઓફ ટાઉન બની છે. ભ્રષ્ટચાર કરતા સભ્યો થોડા પૈસા નગરપાલિકામાં ઈમાનદારીથી કામ કરતા કર્મચારીની સુવિધા માટે ક્યારે વાપરશે જેવા સવાલ પાલિકાના કર્મચારી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

વીએસ હોસ્પિટલમાં વીજળી ગુલ થવા પ્રશ્ને તપાસ શરૂ

aapnugujarat

વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો

aapnugujarat

अंबाजी में बारिश के कारण धूटने तक पानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1