Aapnu Gujarat
ટેકનોલોજી

ભારતે ૪૩ એપ્સ પર પ્રતિબંધ મૂકતા ડ્રેગન ગિન્નાયું

ચીને બુધવારના ભારતના ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને લઇને વાંધો ઉઠાવ્યો છે. ભારતે મંગળવારના સુરક્ષા કારણો આગળ ધરતા વધુ ૪૩ ચીની મૂળની એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ચીને ભારતના આ પગલાને વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. લદ્દાખમાં મે મહિનામાં ભારત અને ચીનની સેનાની વચ્ચે હિંસક અથડામણ બાદ આ ચોથીવાર છે જ્યારે ભારતે ચીની મૂળની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્યાર સુધી, ભારત લગભગ ૨૬૭ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે.
ભારત સ્થિત ચીની દૂતાવાસની પ્રવક્તા જી રોંગે કહ્યું કે, ચીન સાથે જોડાયેલી મોબાઇલ એપ્લિકેશન બેન કરવા માટે ભારત સતત રાષ્ટ્રીય સુરક્ષાનો સહારો લઈ રહ્યું છે. આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. જીએ ભારતથી ચીની એપ્લિકેશન પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાની માંગ કરતા કહ્યું છે કે પગલું વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, અમને આશા છે કે ભારતીય પક્ષ ચીન સહિત તમામ દેશો માટે વગર ભેદભાવે બજારમાં પહોંચની ખાતરી કરશે અને વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોનું ઉલ્લંઘન કરનારા પગલા પાછા ખેંચશે.
જીએ કહ્યું કે, ચીનની સરકાર સતત પુનરાવર્તન કરી રહી છે કે ચીની કંપનીઓ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને કાયદા તેમજ નૈતિકતાની અંદર રહીને ઑપરેટ કરે. ચીની દૂતાવાસની પ્રવક્તા જીએ કહ્યું કે, ભારત અને ચીન એક-બીજા માટે ખતરાની જગ્યાએ વિકાસના અવસરોનું પ્રતિનિધિત્વ કરે છે. બંને પક્ષોને પરસ્પર હિતો માટે દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સંબંધો યોગ્ય દિશામાં આગળ વધારવા જોઇએ. બંને દેશોએ વાતચીત મારફતે એક-બીજા માટે સકારાત્મક માહોલ બનાવવો જોઇએ.

Related posts

૧.૨ અરબ યૂઝર્સનો ડેટા ઓનલાઈન લીક

aapnugujarat

વોટ્‌સએપે નવી પ્રાઇવસી પોલિસી પર સ્વૈચ્છિક રોક લગાવી

editor

Twitter ने चीन सरकार का समर्थन करने वाले 1.70 लाख अकाऊंट किए बंद

editor

Leave a Comment

UA-96247877-1