Aapnu Gujarat
ટેકનોલોજી

૧.૨ અરબ યૂઝર્સનો ડેટા ઓનલાઈન લીક

એક વખત ફરીથી એક મોટા ડેટા લીકની ખબર સામે આવી છે. આ ડેટા લીકમાં ફેસબુક, લિંક્ડ ઈન અને ટિ્‌વટર જેવી એપ પ્રોફાઈલ સામેલ છે.સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ અને હેકર વિન્ની ટ્રોઆ આનો ખુલાસો કર્યો છે.
તેમણે જણાવ્યું કે આ ડેટા જેસર્વર પર રાખ્યું હતું તે સિક્યોર નહોતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટોટલ ૪ટીબીનો પર્સનલ ડેટા છે. જેમાં ૧.૨ બિલિયન પર્સનલ ડીટેલ્સ છે. જોકે એક રાહતની વાત એ છે કે આ ડેટામાં સંવેદનશીલ જાણકારીઓ જેવીકે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર્સ નથી.
રિપોર્ટનાં જણાવ્યા અનુસાર આ ડેટામાં કરોડો યૂઝર્સની પ્રોફાઈલ છે જેમાં નામ ફોનનંબર અને તેમની સાથે જોડાયેલી સોશ્યલ મિડિયા પ્રોફાઈલ પણ સામેલ છે.
આ સોશ્યલ મિડિયા પ્રોફાઈલમાં ફેસબુક, ટિ્‌વટર, લિંક્ડ ઈનથી લઈને ગીત હબ સુધી સામેલ છે.વિન્ની ટ્રોઆનાં જણાવ્યા અનુસાર, આ ડેટામાં લગભગ ૫૦ મિલિયન ફોન નંબર્સ અને ૬૬૨ મિલિયન યુનિક ઇમેઇલ એડ્રેસ શામેલ છે. વિન્ની ટ્રોઆ નામના આ સાયબર સિક્યુરિટી સંશોધનકારે કહ્યું છે કે, ‘દરેક વસ્તુ એટલી સરળતાથી કોઈને મળે છે, તે ખૂબ ખરાબ છે. આ પ્રથમ વખત મેં જોયું છે કે આટલી મોટી માત્રા એક ડેટાબેસમાં રાખવામાં આવે છે. જો એટેકરની નજરથી જોવામાં આવે છે, તો તે વપરાશકર્તાઓના એકાઉન્ટને હાઇજેક કરવા માટે છે, કારણ કે તેમાં નામ, ફોન નંબર અને તેની સાથે સંકળાયેલ યુઆરએલ સામેલ છે.

Related posts

इलेक्ट्रॉनिक विनिर्माण अर्थव्यवस्था में दे सकता है 1,000 अरब डॉलर का योगदान : प्रसाद

editor

देश में व्हाट्सएप के माध्यम से रकम भेजने पर नहीं लगेगा शुल्क : जुकरबर्ग

editor

जियो को दुनिया के पांचवे सबसे मजबूत ब्रांड का दर्जा मिला

editor

Leave a Comment

UA-96247877-1