Aapnu Gujarat
ગુજરાત

છત્રાલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ડીસા તાલુકાના છત્રાલા ગામે આજે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સરકારશ્રીની વિવિધ યોજનાઓનું કામ આપણા ગામના આંગણે જ એટલે કે સ્થળ પર જ સમાધાનના હેતુથી વિવિધ યોજનાઓના લાભ ૭-૮ગામોના ક્લસ્ટર બનાવી નજીકના ગામે સ્થળ પર જ નિરાકરણ કરી આપવામાં આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ મામલતદાર બાબુલાલ જોશી દ્વારા વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આવેલા તમામ અધિકારીઓનું છત્રાલા ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, ડીસા ઇન્ચાર્જ નાયબ મામલતદાર બાબુલાલ જોશી, વિસ્તરણ અધિકારી આર. ટી.મહેશ્વરી, નાયબ મામલતદાર એટીવીટી રેહનાબેન ઘાસુરા, રેવન્યુ તલાટી સચિન ચૌહાણ,ખેટવા ગ્રામ પંચાયત તલાટી સત્યજીત તેમજ આજુબાજુ ગામના તલાટી કમ મંત્રીઓ ડેલીકટ,સરપંચ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સાબરકાંઠા ક્રાઈમબ્રાંચે ૨.૭૨ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપ્યો

aapnugujarat

ઢોર નિયંત્રણ કાયદો હાલ પુરતો મોકુફ

aapnugujarat

अहमदाबाद में एयरटेल का नेटवर्क बाधित

editor

Leave a Comment

UA-96247877-1