Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટમાં ૧૨મી ડિસેમ્બરના રોજ ઈ-લોક અદાલત યોજાશે

કોરોનાકાળ વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં ૧૨મી ડિસેમ્બરના રોજ ઈ-લોક અદાલત યોજાશે. નેશનલ લોક અદાલત યોજવા મુડેની તમામ ર્જીંઁનું પાલન કરવામાં આવશે. નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, નાણાકીય રિકવરીના કેસ, વળતર અને લેબર વિવાદને લગતા સહિત ૧૩ પ્રકારના કેસો પર લોક અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટમાં યોજવનાર ઇ-લોક અદાલતમાં ભાગ લેનાર પક્ષકારોએ ૫મી ડિસેમ્બર પહેલા ઈમેલ મારફતે હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીનો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિકર્મનાથ અને જસ્ટિસ આર.એમ છાયાના માર્ગ દર્શન હેઠળ લોક અદાલત યોજાશે. ઓનલાઈન માધ્યમથી કેસની સુનાવની હાથ ધરવામાં આવશે. લોક અદાલત સમક્ષ સમાધાનના કિસ્સામાં બંને પાર્ટી કોર્ટ રિફંડ મેળવવા હકદાર રહેશે. ઇ-લોક અદાલતને લગતી તમામ કેસનું ડિજિટલ રેકોર્ડ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોરોનાકાળમાં અગાઉ પણ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ઇ-લૉક અદાલતમાં ૧૦ હજાર જેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઇન્શ્યોરન્સ કંપની અને કેટલાક સરકારને લગતા કેસોમાં ૧૯૧ કરોડ રૂપિયાનું સમાધાન થયું હતું. અમદાવાદ મેટ્રો કોર્ટમાં સૌથી વધુ ૧૧૮૮ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.જ્યારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ૧૩૬૧ કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા હતા જે પૈકી ૪૩૩ જેટલો કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. મોટાભાગના કેસ વાહન અકસ્માત વીમાના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Related posts

લુણાવાડા પાસે જંગલમાં વાઘ હોવાની વાતથી તંત્ર દોડતું થયું

aapnugujarat

BJP to waste about 700 cr on US Prez Trump’s Gujarat tour : Vaghela

aapnugujarat

गुजरात उपचुनाव: भाजपा ने अल्पेश और धवल को दिया टिकट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1