Aapnu Gujarat
Uncategorized

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બિનઅધિકૃત દબાણો, વીજ ફીડર,પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બિન ખેતી વગેરે બાબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરેે તમામ કચેરીઓના વડાઓને દર માસે એટીઆર (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિતના પદાધિકારીઓ તેમજ મદદનીસ કલેક્ટર પુષ્પ લત્તા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેર, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીના હસ્તે નવીન સ્કૂલનું લોકાર્પણ

editor

હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કોરોનો વૉરિયરને સન્માનિત કરાયા

editor

Leave a Comment

UA-96247877-1