Aapnu Gujarat
Uncategorized

જામનગર શહેરમાં ખાનગી કંપનીનું વીજ ચોરી કારસ્તાન ઝડપાયું

જામનગરમાં બેડી નજીકથી ખાનગી કંપની દ્વારા ભુગર્ભ ગટરના કામમાં કરવામાં આવતી વીજ ચોરીના કારસ્તાનનો પર્દાફાશ થતાં ચકચાર જાગી છે. વીજ કંપનીએ બે મોટર, વાયર સહિતની મત્તા કબજે કરી ખાનગી કંપનીને રૂ.૮.૫૮ લાખનો દંડ ફટકાર્યો છે. જામનગરના બેડીના ખાડી વિસ્તારમાં પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રકચર નામની ખાનગી કંપની દ્વારા ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કંપની દ્વારા વીજ ચોરી આચરવામાં આવતી હોવાની વીજ કંપનીને જાણ થતાં વીજ કંપની દ્વારા શુક્રવારે ચેકિંગ હાથ ધરતા વીજ ચોરી કારસ્તાન ઝડપાતા વીજ કંપનીએ બે પંખા, બે મોટર તેમજ વાયર સહિતનો સામાન કબજે કરવામાં આવ્યો હતો અને કંપનીને રૂ.૮,૫૮,૯૦૪નો દંડ ફટકાર્યો હતો.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ઉનાનાં માઢગામ પાસે રૂા. ૧૦.૮૦ લાખનાં ખર્ચે નદીની પુન:જીવીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે

aapnugujarat

મોરબીથી ૯૦ હજારની નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

aapnugujarat

મોરબીમાં ભાઈએ ભાઈની હત્યા કરી

editor

Leave a Comment

UA-96247877-1