Aapnu Gujarat
ગુજરાત

ડભોઈમાં પૂ. જલારામ બાપાની જન્મ જ્યંતિ ઉજવાઈ

ડભોઇ પંચવટી સોસાયટી નજીક આવેલ જય જલારામ સેવાનિધી ટ્રન, ડભોઇ સંચાલિત જલારામ બાપાનું મંદિર આશરે ૪૦ વર્ષ પુરાણું છે જ્યાં પૂ.જલારામ બાપાની જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. કારતક સુદ સાતમને શનિવાર ૨૧/૧૧/૨૦૨૦ના રોજ પૂજ્ય જલારામ બાપાની ૨૨જ્‌મી જન્મ જ્યંતિ હોવાથી વર્ષોની પરંપરા મુજબ સૌ ભક્તો દ્વારા ભજન કિર્તન કરી ઉત્સાહભેર જન્મ જ્યંતિની ઉજવણી કરી હતી. દર વર્ષની જેમ પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય પરંતુ હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે મોટા ધાર્મિક કાર્યક્રમો રદ કરી માત્ર ભજન કિર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં તેમજ મંદિરના સંકુલની અંદર સેનેટાઈઝર અને માસ્કનો આવશ્યક ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ દર્શનાર્થીઓ માટે પણ સોશ્યલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. કારતક સુદ સાતમ એટલે જલારામ બાપાની જન્મ જયંતી ઉજવણીમાં ડભોઇના ભાવિ ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી પૂ. જલારામ બાપાના મંદિરે બાપાની જન્મ જ્યંતિના દિવસે સૌ ભાવિ ભક્તો એકબીજા સાથે મળી ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરી તેની ઉજવણી કરતા હોય છે. સૌ ભાવિક ભક્તો એકબીજા સાથે મળી પૂજા-અર્ચના કરે છે તેમજ દર્શન માટે મોટા પ્રમાણમાં કડવો ઉમટી પડ્યા હતા. દર વર્ષે આ જન્મ જયંતી નિમિત્તે આ મંદિરે ભંડારાનું પણ આયોજન રાખવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ભીડભાડ ઉભી ન થાય તે હેતુથી આ વર્ષે ભંડારાનું આયોજન રદ કરેલ હતું. ભક્તો માટે માત્ર પ્રસાદનું જ આયોજન કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

એએમસી આરોગ્ય વિભાગ પર ઉઠ્યા સવાલ, દવાના જથ્થાનોનિકાલ કરવાનો આરોપ

editor

રાજ્યમાં તમામ અભ્યારણમાં પ્લાસ્ટિક લઇ જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

aapnugujarat

6 students arrested for fake degree-making gang in Gujarat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1