Aapnu Gujarat
ગુજરાત

શહેરાના વેપારી દાહોદ ગયા નથી, છતાં તેમના ઘરે નિયમ ભંગનો ઇ-મેમો આવ્યો

રાજ્યમાં આવેલા જીલ્લા મથકોમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવામા આવે છે અને જો નિયમ ભંગ કરે તો ઈ – મેમો આપવામાં આવે છે, જે ઈ-મેમો ઘરે પોસ્ટ મારફતે આવતો હોય છે પરંતુ પોલીસ વિભાગ દ્વારા મોકલવામાં આવતો ઇ મેમો ખોટી જગ્યાએ પણ પહોંચતો હોય છે. એમ પણ કહીએ તો ખોટું નથી. પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં વર્ષોથી રહેતા ચંદ્રકાંતભાઈ ખેમચંદભાઈ પદવાણી ઇલેટ્રિકસના વેપાર સાથે સંકળાયેલા છે. તેમના શિવમ સોસાયટી ખાતેના નિવાસ સ્થાને દાહોદ શહેર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રુમ ખાતેથી પોસ્ટ દ્વારા ૫૦૦ રૂપિયાનું ઇ-ચલણ આવ્યું છે જે જોઈને વેપારી ચંદુભાઈ પણ એક સમયે વિચારમાં પડી ગયા, તેઓ જણાવે છે કે પોતાની ગાડી લઇને દાહોદ ગયા નથી, તેમની પાસે જે નંબરની ગાડી છે અને જ્યારે દાહોદ કમાન્ડ કન્ટ્રોલ રુમમાથી જે મેમો આવ્યો છે તેમાં જે કારનો નંબર દેખાઇ રહ્યો છે તેના પાછલા બે નંબર પણ અલગ છે, જેવી કાર ઈ – મેમોમાં દેખાઈ રહી છે તે પણ થોડી અલગ છે. આ બાબતે ચંદુભાઈ દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમને પણ પણ જાણ કરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

પાલનપુરનાં સલ્લા ગામમાં લગ્ન પ્રસંગે બે જૂથોની વચ્ચે અથડામણ

aapnugujarat

અમ્યુકો કચેરીમાં બાઉન્સરો તૈનાત કરાતાં જોરદાર વિવાદ

aapnugujarat

અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે દર્શનનો સમય વધારાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1