Aapnu Gujarat
ગુજરાત

પાલનપુરનાં સલ્લા ગામમાં લગ્ન પ્રસંગે બે જૂથોની વચ્ચે અથડામણ

પાલનપુર તાલુકાના સલ્લા ગામે શનિવારે રાત્રે પટેલ સમાજના યુવકનો વરઘોડા નીકળ્યો હતો. તે સમયે અંગત અદાવતને લઈ ઠાકોર સમાજના જૂથ અને પટેલ સમાજના જૂથ વચ્ચે પથ્થરમારો થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી જેમાં બે વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. ઘટનાને પગલે ગામમાં દોડી ગયેલી પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી.પાલનપુરપંથકમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના સલ્લા ગામે શનિવારે રાત્રે પટેલ સમાજના યુવકનો વરઘોડા નીકળતા અંગત અદાવતને લઈ ઠાકોર સમાજના જૂથ અને પટેલ સમાજના જૂથ વચ્ચે બબાલ થઈ હતી. દરમિયાન વાતાવરણ તંગ બનતાં બન્ને પક્ષે પથ્થરમારો થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. ઘટનાને પગલે ગામમાં દોડી ગયેલી પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી. પાલનપુરમાં જૂથ અથડામણની ઘટનાથી ક્ષણિક તંગદિલી ફેલાઈ ગઈ હતી. જો કે, પોલીસે તરત જ મોરચા સંભાળી લઇને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે.

Related posts

કોંગ્રેસનાં રાજમાં ૧૦૦ રૂપિયા લેવા ૨ જોડી ચપલ ઘસવા પડતા : રૂપાલા

aapnugujarat

The Grand Amdavad Carnival kicks off this summer

aapnugujarat

गुजरात मंे किलर स्वाइन फ्लू से अधिक दो की मौत हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1