Aapnu Gujarat
Uncategorized

ગઢડા ગોપીનાથ મંદિરમાં મારામારી

ભાવનગરના ગઢડામાં આવેલા ગોપીનાથ મંદિરમાં ગત રાત્રે પૂ.રાકેશપ્રસાદજી આરતી ઉતારવામાં આવતા એસ.પી.સ્વામી જુથ દ્વારા મારામારી કરવામાં આવી હતી. જે દરમ્યાન પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગમાં ઘણી મહિલાઓને ઈજા પણ પહોંચી હતી. આ ઘટનામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. દેવપક્ષનો આક્ષેપ છે કે હાર ન પચાવી શકતા આચાર્યપક્ષના લોકોએ આવું કર્યું છે. જો કે, આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયમાં વાયરલ થતાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરી એકવાર ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને પગલે ફરી એકવાર આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચેનો ગજગ્રાહ સામે આવ્યો હતો. ગઢડા ગોપીનાથ મંદિર એક વખત ફરી મારામારીની ઘટનાને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢડા મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ન શોભે તેવી ઘટના ફરી સામે આવતા સ્વામીનારાયણ સંપ્રદાયના લાખો હરિભક્તોના હૃદયને ઠેસ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સાંજે ગઢડાના ગોપીનાથ સ્વામીનારાયણ મંદિરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ૨૦૦ વર્ષના ઈતિહાસમાં ન બન્યું હોય તેવી ઘટના સર્જાઈ હતી. પોલીસે બુટ ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેને લઈને મહિલાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતું. ગઢડા ગોપીનાથ મંદિરના સત્તાધારી દેવપક્ષના આચાર્ય હરી સ્વામીએ જણાવ્યું કે, અહીં છેલ્લા સાત દિવસથી સત્સંગ કથા ચાલી રહી છે. હજારો લાખો હરિભક્તો મંદિરે દર્શન માટે આવી રહ્યા છે. ગઈકાલે આચાર્ય રાકેશ પ્રસાદજી આવવાના હોવાથી હજારો હરિભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા હતા. આ સમયે અમને શંકા હતી કે, ચૂંટણીમાં હારી ગયા બાદ હાર ન પચાવી શકનારા આચાર્યપક્ષ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશે, સાથે આટલી મોટી સંખ્યામાં લોકો લોકો આવે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ પ્રોટક્શન માંગવામાં આવ્યું હતું. આ સમયે હજારોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા. તે સમયે ૧૫-૨૦ જેટલી મહિલાઓ દ્વારા તોફાન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દેવપક્ષના આચાર્ય હરી સ્વામીએ આ અંગે આક્ષેપ કર્યો હતો કે, આ ઘટના પાછળ આચાર્યપક્ષના લોકો જવાબદાર છે. તેઓ ચૂંટણીમાં પોતાની હાર પચાવી નથી શક્યા. દેવપક્ષ દ્વારા ૧૦-૧૫ મહિલાઓને હાથો બનાવી સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસંગ, સ્વામીનારાયણ ભગવાનના મંદિર અને દેવપક્ષને બદનામ કરવા ગમે તે હદે જઈ રહ્યા છે. વર્ચસ્વની લડાઈમાં આચાર્યપક્ષના લોકો ષડયંત્ર રચી કાયદો હાથમાં લઈ રહ્યા છે. તો બીજીબાજુ, આ સમગ્ર વિવાદ અંગે ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ સત્તાધારી આચાર્ય પક્ષના વડા એસ.પી.સ્વામીએ જણાવ્યું કે, આ મંદિરમાં ૧૬ વર્ષથી રાકેશ પ્રસાદને પ્રવેશ આપવામાં નથી આવ્યો. ત્યારે રાકેશ પ્રસાદે આ મંદિરમાં પ્રવેશ કરતા હરિભક્તોની ભાવનાને ઠેસ પહોંચી છે, જેને લઈ મહિલાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ૨૦૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, પોલીસ બુટ-ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશી છે અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. તેમણે દેવપક્ષને પ્રશ્ન કર્યો કે, કોઈ ધર્મના વડા મંદિરમાં આવતા હોય તો પોલીસ પ્રોટક્શનની શું જરૂર પડે છે? જો રાકેશપ્રસાદ ધર્મના વડા હોય તો, કેમ હરિભક્તો તેમનો વિરોધ કરી રહ્યા છે? આ વિરોધ અમે નથી કરાવ્યો આ લોકોનો સ્વયંભૂ વિરોધ હતો, તેમાં અમારો કોઈ હાથ નથી.

Related posts

વેરાવળ મા શ્રી ગુજઁર ક્ષત્રીય કડીયા સમાજ દ્રારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

દીવની બુચારવાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

editor

બાબરામાં દુષ્કાળના ડાકલા : ૫૭ ગામના સરપંચોએ રેલી યોજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1