Aapnu Gujarat
Uncategorized

દીવની બુચારવાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

દીવના બુચારવાડા ગ્રામ પંચાયતમાં વિવિધ કચેરીઓના અધિકારીઓસાથે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મામલતદાર કચેરી, ફિશરીઝ તંત્ર, કૃષિ તંત્ર, પીડબલ્યુડી વિભાગ, ઈલેક્ટ્રીક અને હેલ્થ વિભાગના અધિકારીઓએ ગ્રામજનોની સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી હતી. આ ઉપરાંત ભારત સરકારની વિવિધ યોજનાઓ વિશે અધિકારીઓ દ્વારા ગ્રામજનોને માહિતી આપી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ તકે ચંદ્રહાસ વાજા, સરપંચ દીપકભાઈ, ફિશરીઝ અધિકારી સુકર આંજણી, કૃષિ અધિકારી હિતેન બામણીયા, હેલ્થ વિભાગના ડોક્ટર સંદીપ જેઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શશીકાંતભાઈ, પંચાયતના ઉપસરપંચ નરેન્દ્ર ભાઈ રાણા વિગેરે હાજર રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરીે

editor

શું તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો, તો બનાવો સ્વાદિષ્ટ ખાંડવી

editor

માળીયા હાટીના તાલુકાના વડીયા ગામે જુગારીઓ ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1