Aapnu Gujarat
Uncategorized

ઢીંચડાનું તળાવ કે ડમ્પિંગ પોઈન્ટ ?

૨૦૧૪ થી છ વર્ષ થયા ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન અને તેના કાર્યક્રમો જાહેરાતો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ સ્થાનિક વહીવટી તંત્રના કારણે એળે જઈ રહ્યો છે અને તમામ કાર્યક્રમો ફારસરૂપ બની રહ્યા હોય તેવો ભાસ થાય છે. જામનગરની ભાગોળે દરિયાઈ ખાડી નજીક મીઠા પાણીના તળાવ એવા ઢીંચડાના તળાવમાં છેલ્લાં બે વર્ષ થયા ગંદકી અને કચરો ઠલવાતો રહે છે. આ અંગે ઢીંચડા ગામ તથા પર્યાવરણ પ્રેમીઓની અનેક રજુઆતો પછી કોઈ કાર્યવાહી થતી નથી. એક સત્તાવાર જાણકારી મુજબ ડિફેન્સ વિસ્તારમાંથી કચરો ઉપાડનાર કોન્ટ્રાક્ટર દ્વારા આ કચરો મહાનગરપાલિકાના નિયત ડમ્પિંગ પોઈન્ટ પર કચરાનો નિકાલ ન કરી રાત્રિના સમયે આ મીઠા પાણીના તળાવમાં કચરો ઠાલવી રહ્યા છે અને આ કચરો અહીંથી ભરવા માટે મહાનગર પાલિકાના વોર્ડ નં. ૨ની કચરા ગાડીઓ પણ આવે છે કારણ કે શહેરી વિસ્તારો કે સીમ વિસ્તારોમાં કચરો શેરી – ગલીઓ પર ભરવા જવું પડે જ્યારે અહીં વગર મહેનતે અને મફતમાં કચરો મળી રહે છે. ખરેખર ડિફેન્સમાંથી નીકળતો કચરો તેના કોન્ટ્રાક્ટર દ્વારા મનપાના નિયત સ્થળે જ નિકાલ કરવાનો હોય પરંતુ અહીં બંને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ હોવાની શક્યતા જણાય રહી છે. ઢીંચડાનું આ તળાવ સ્થાનિક અને યાયાવર પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે અહીં અનેક પ્રકારના પક્ષીઓ વિશાળ સંખ્યામાં આવે છે અને હાલમાં પણ છે. ત્યારે મહાનગર પાલિકા આ ગેરકાયદે ડમ્પિંગ પોઈન્ટ બંધ કરાવી અહીં ગેરકાનૂની રીતે ગંદકી ઠાલવતા કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

भारत के ताइवान को समर्थन पर चीन को लगी मिर्ची

editor

જીરુનો પાક નિષ્ફળ જતા ખેડુતે કરી આત્મહત્યા

aapnugujarat

સોમનાથમાં માહેશ્વરી અતિથિગૃહ ખાતે આજે શિવપુરાણ કથાનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1