Aapnu Gujarat
Uncategorized

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે રાજીવ પંડ્યાની નિમણૂંક

ભાવનગર મહાનગરના નવા અધ્યક્ષ તરીકે રાજીવભ પંડ્યાની ગુજરાત પ્રદેશ ભા.જ.પા. અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તરફથી જાહેરાત કરવામાં આવી છે. રાજીવ પંડ્યા ભારતીય જનતા પાર્ટીમાં૧૯૯૦થી સક્રિય થયા પહેલા રાજીવ પંડ્યા સરદારનગર પ્રભાત શાખાના મૂળ સ્વયંસેવક હતા. શિશુ કાળ થી જ સંઘની શાખાઓમાં સક્રિય બન્યા બાદ સામાજિક જીવનમાં આગળ વધતા વધતા સંઘના પ્રથમ વર્ગ શિક્ષિત બન્યા અને પ્રથમ વર્ષના અભ્યાસ વર્ગમાં તાલીમ લીધા બાદ ભારતીય જનતા પાર્ટીની બુથથી લઈ શહેર અધ્યક્ષની જવાબદારી પર તેઓ પહોંચ્યા છે. રાજીવ પંડ્યાની ૧૯૯૦ થી ૨૦૨૦ સુધીની રાજકીય સફરમાં ૧૯૯૦માં ઘોઘા સર્કલ વોર્ડના મહામંત્રી, ત્યારબાદ વોર્ડ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, શહેર પ્રવક્તા, શહેર ઉપાધ્યક્ષ સહિતની અનેક નાની-મોટી જવાબદારી નિભાવતા નિભાવતા આજે શહેર અધ્યક્ષની જવાબદારી સુધી પહોંચ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પાર્ટીના નાના અને પાયાના કાર્યકર્તાને આગામી ૩ વર્ષ સુધી પક્ષની ધુરા સોંપી છે, તેઓ ૧૯૯૦ થી લઈ ૨૦૨૦ સુધી લાગલગાટ ૨૦ વર્ષ સુધી અનેક જવાબદારીઓ નિભાવી છે. આમ સંગઠનના અનુભવી એવા અધ્યક્ષની વરણીથી આગામી દિવસોમાં પાર્ટી મહાનગરમાં વધુ મજબૂત બનશે. ઉચ્ચ શિક્ષણ ધરાવતા રાજીવ પંડ્યા બી.ઇ. ઇલેક્ટ્રોનિક્સ કરી એન્જીનયર બનેલ છે ઉપરાંત તેઓ એલ.એલ.બી. અને એમ.બી.એ. (માર્કેટિંગ)ની ડિગ્રી પણ ધરાવે છે. હાલ તેઓ પી.એચ.ડી. (મેનેજમેન્ટ)માં કરી રહ્યા છે. આમ ઉચ્ચ શિક્ષણ અને વિશાળ સંગઠનાત્મક અનુભવો ધરાવનાર છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

સૂત્રાપાડા-કોડીનારમાં મેઘતાંડવ : ૯ ઇંચ વરસાદ

aapnugujarat

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે : હાર્દિક

aapnugujarat

લીંબડીમાં હિટ એન્ડ રન : યુવાનનું મોત

editor

Leave a Comment

UA-96247877-1