Aapnu Gujarat
Uncategorized

જામનગરના કાલાવાડ ધોરીમાર્ગ પર અકસ્માત : બેનાં મોત

જામનગર – કાલાવડ રોડ પર ઠેબાથી થાવરીયા જતા માર્ગ પર શુક્રવારે રાત્રે પસાર થતા એક ડબલ સવારી બાઇકને ગમખ્વાર અકસ્માત નડતા બાઇક સવાર પિતા – પુત્રના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક પિતા – પુત્ર અલીયાબાડા પાટીયા તરફ આવી રહ્યાં હતાં ત્યારે આઇઓસીના સ્ટેશન નજીક જીવલેણ અકસ્માત નડયો હતો. પોલીસે અકસ્માત સર્જાનાર વાહન ચાલકની શોધખોળ સાથે તપાસ શરૂ કરી છે. જામનગર તાલુકાના અલીયા બાડા પાટીયા પાસેના વિસ્તારમાં ઝુંપડુ બનાવી રહેતા અને પશુની લે-વેચ અને છરી – ચાકા સજાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા રઘાભાઇ ઘુડાભાઇ સિંધવ અને તેનો પુત્ર અજય બંને બાઇક પર જામનગરથી અલીયાબાડા પાટીયા તરફ આવતાં હતાં જે વેળાએ ઠેબા-મોટા થાવરીયા રોડ પર આઇઓસીના પમ્પીંગ સ્ટેશન પાસે ડબલસવારી બાઇક અને અન્ય વાહન વચ્ચે ટકકર સર્જાઇ હતી. અકસ્માતમાં બાઇક ઘડાકાભેર ફંગોળાતા અજય (ઉ.વ. ૧૪) અને તેના પિતા રઘાભાઇ (ઉ.વ.૪૦) બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. બનાવના પગલે ૧૦૮ની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઇ હતી. ચકાસણી દરમિયાન બંને મૃત જણાયા હતા. પીએસઆઇ ડી.પી. ચુડાસમા, યશપાલસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે અકસ્માત સર્જનારા વાહન ચાલકની શોધખોળ સાથે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. પિતા-પુત્રના મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ભારત ઈઝરાયલ પાસેથી લેશે ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, ૪૦૦૦ કરોડનો થયો કોન્ટ્રાક્ટ

aapnugujarat

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

aapnugujarat

સોમનાથ શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ ઉત્સવમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1