Aapnu Gujarat
Uncategorized

ભારત ઈઝરાયલ પાસેથી લેશે ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, ૪૦૦૦ કરોડનો થયો કોન્ટ્રાક્ટ

ઈન્ડિયન નેવી તેના ચાર શિપ માટે ઈઝરાયલથી મિસાઈલ અને ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહી છે. આ ડીલ ૬૩ કરોડ ડોલર(અંદાજે ૪,૦૦૦ કરોડ રૂપિયા)માં થઈ છે. નોંધનીય છે કે, ગયા મહિને જ ઈઝરાયલ અને ભારત વચ્ચે બે અબજ ડોલરની ડિફેન્સ ડીલ થઈ છે. આ ડિફેન્સ ડીલ ૧૨,૦૦૦ કરોડની થઈ છે. આ ડીલ અંતર્ગત જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઈઝરાયલ એયરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ એ આ માહિતી ન્યૂઝ એજન્સીને આપી છે.
ઈઝરાયલની સર્ફેસ-ટૂ-એર લોંગ રેન્જ બરાક-૮ મિસાઈલ સિસ્ટમનો ટેસ્ટ ગયા સપ્તાહમાં જ એક ભારતીય જહાજમાંથી કરવામાં આવ્યો હતો. તેમાં ટ્રાયલ દરમિયાન એક જોખમ વિશેની પણ માહિતી મળી હતી અને એક ઈન્ટરસેપ્ટિવ મિસાઈલને લોન્ચ કરીને ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો હતો.ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ મેક ઈન ઈન્ડિયા પોલિસી અંતર્ગત ઈઝરાયલ એયરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝને પહેલીવાર કોન્ટ્રાક્ટ આપ્યો છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ મેક ઈન ઈન્ડિયા પોલિસી પ્રોજેક્ટની મુખ્ય કોન્ટ્રાક્ટર છે.
આ ડીલનો હેતુ નરેન્દ્ર મોદીની જુલાઈની ઈઝરાયલ મુલાકાત પહેલા બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટેનો છે.બરાક-૮ સિસ્ટમમાં ખાસ ટેક્નોલોજી મલ્ટીફંક્શન સર્વિંલાસ એન્ડ થ્રેટ અલર્ટ રડાર આવેલી છે. આ વેપન્સમાં આવેલી ડેટા લિંક મહત્તમ ૧૦૦ કિમી સુધીની રેન્જમાં દુશ્મનોને ઓળખીને તેના પર હુમલો કરી શકે છે.નિષ્ણાતોનું માનવું છે કે, આ સિસ્ટમ ભારતની હવાઈ સુરક્ષાને પૂરી કરવામાં મહત્વનો રોલ નીભાવશે.
ઈઝરાયલ ભારતના ટોપ ત્રણ ડિફેન્સ સપ્લાયર્સમાંથી એક છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦ બિલિયન ડોલરની ડીલ મેળવવા ઉપરાંત ઈઝરાયલે છેલ્લા બે વર્ષમાં હથિયારો માટેના સાત કોન્ટ્રાક્ટ ભારત સાથે સાઈન કર્યા છે.તે સિવાય અન્ય પણ ઘણી મોટી ડીલ્સ થવાની શક્યતા છે. તેમાં ઈઝરાયલમાં બનેલા બે ફોલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ પણ સામેલ છે. જે રશિયામાં બનેલા આઇઓલ-૭૬ મિલેટ્રી એરક્રાફટ પર લગાવવામાં આવશે,આ સિવાય ૪ એરોસ્ટેટ રડાર અને અમુક હુમલા કરી શકે તેવા ડ્રોન્સ પણ ખરીદવામાં આવશે. ભારત પાસે ઈઝરાયલમાં બનેલા ૧૦૦ ડ્રોન પહેલેથી જ છે.

Related posts

आरक्षण पर बोले JDU नेता : जब नीयत ही साफ नहीं है तो चर्चा बंद कीजिए

aapnugujarat

મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતીની ઉજવણી ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ દ્વારા કરવામાં આવી

editor

વેરાવળ પ્રાંત અધિકારી તરીકે બદલી પામેલ નવનિયુક્ત ડેપ્યુટી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે પદભાર ગ્રહણ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1