Aapnu Gujarat
Uncategorized

ધોરાજી પોલીસે ખંડણીખોરો ઝડપ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જમનાવડ રોડ ઉપર રહેતા અને નદી બજાર વિસ્તારમાં કૃણાલ કિરાણા ભંડાર નામે દુકાન ચલાવતા સિંધી વેપારી પ્રકાશ કુમાર લવજીભાઈ સંભવાણી ભાવનાગર કરીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
શું છે ઘટના
ધોરાજી શહેરમાં પાંચ પીરની વાડી વિસ્તારમાં રહેતા અને શકિલ પ્રોવિઝન નામની દુકાન ધરાવતા શકિલ મીર છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદી પ્રકાશ કુમારની પાસેથી અનાજ કરીયાણાનો માલ ખરીદતો હતો અને ફરિયાદી તથા આરોપી એકબીજાને સારી રીતે ઓળખતા પણ હતા. થોડા દિવસ પહેલા શકીલ મીરે ફરિયાદી પ્રકાશકુમાર સંભવાણીને ફોન કરી રૂપિયા ૧૫ લાખની ખંડણી માગી હતી. ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપતા જણાવ્યું કે તારે જો ધંધો કરવો હોય તો ૧૫ લાખ રૂપિયા આપવા પડશે. સુરેન્દ્રનગરના પી.એસ.આઈ. મારા સગા છે. પોલીસ કંઈ જ બગાડી શકે નહીં એવી ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
કોણ કોણ છે આરોપીઓ
પોલીસે હાલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં મુખ્ય આરોપી તરીકે શકીલ મીર જે ધોરાજીના પાંચ પીરની વાડી પાસે રહીશકે પ્રોવિઝન નામનો વ્યાપાર ચલાવી રહ્યો હોય તેમજ એના સાગરીત તરીકે ધોરાજીના જુના કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા અનીસશા અનવરશા શાહ મદાર નામના ફકીર શખ્સને ઝડપી પાડયા હતા.
શું છે આરોપીનો ઇતિહાસ
મુખ્ય આરોપી શકીન અગાઉ નોટ અને ધાકધમકીના ગુનાઓના ચોપડે ચડી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે જ્યારે ખંડણી માટે ફોન ચાલુ કર્યા એના છ દિવસ અગાઉ અંજામ આપવા ઘર છોડીને જતો રહેલ એવું જાણવા મળેલ છે.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

શનિવારે સોમનાથમાં શિવ-પાર્વતી વિવાહ

aapnugujarat

ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર બાપુએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આતંકીઓને પડકાર્યા

aapnugujarat

मुझे गे रोल निभाने पर दोबारा सोचने को कहा गया था : आयुष्मान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1