Aapnu Gujarat
ગુજરાત

ગોધરા પોલીસે ગેરકાયદેસર અનાજની હેરફેર પકડી

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે શહેરા વડોદરા રોડ પર કોઠી સ્ટીલ સામે આવેલા પટેલ કંપાઉન્ડમાં ગોડાઉનની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં બે થી ત્રણ વાહનોમાં શંકાસ્પદ અનાજની બોરીઓનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા કેટલાક શખ્સો એલપી ટ્રકમાંથી અનાજની બોરીઓ ઉતારી તેને ખોલી અનાજનો જથ્થો બીજા થેલામાં પલટાવી ગાડીમાં ભરી રહ્યા હતા. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દરેક બોરી પર સસ્તા અનાજની બોરી જેવા જ લેબલ તેમજ સ્ટીકર લગાવેલા હોવાનું જણાઇ આવ્યું હતું, જેને લઇને પોલીસે ખાતરી કરતા અનાજનો જથ્થો સરકારી હોવાનું માલુમ પડ્યું હતું, આમ પોલીસ દ્વારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી, પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ વાહનોમાંથી ૪૧૪૦૦ની કિંમતનો કુલ ૪૧૪ બોરી ઘઉંનો જથ્થો, સ્થળ પરના ૩૧ લાખની કિંમતના ત્રણ વાહનો, તથા અન્ય મુદ્દામાલ મળી ૩૧.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ખંગારસિંહ પરમાર, પ્રભાતસિંહ પરમાર, અક્ષય પરમાર, દિલીપ ચૌહાણ, દીપક પરમાર, મહેશ ચૌહાણ, પ્રવિણ ચૌહાણ અને રમેશ ચૌહાણ નામના વ્યક્તિઓની અટકાયત કરી હતી, પોલીસે નાસી જનાર શખ્સો તેમજ સરકારી અનાજનો જથ્થો મંગાવનાર વ્યક્તિઓની શોધખોળ આદરી હતી, પોલીસે ગુના સંદર્ભે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

अहमदाबाद शहर में पांच वर्ष का सर्वाधिक तापमान

aapnugujarat

અમિત શાહને હરાવવા પાટીદાર સંપ-એકતાનો પરચો આપશે

aapnugujarat

આવતીકાલે ભાવનગરથી નવી ફ્લાઇટ સેવાનો શુભારંભ

editor

Leave a Comment

UA-96247877-1