Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી પ્રક્રિયાને લઈ ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

દેશમાં બેકારીની સમસ્યા વધી ગઈ છે. સરકાર પણ તેની સામે રોજગારી આપવાનો પ્રયત્ન કરતી હોય છે,પરંતુ ઘણીવાર ભરતી પ્રક્રિયામાં થતા વિલંબના કારણે ઉમેદવારોના ભાવિ ઉપર ખતરો ઉભો થતો હોય છે. પંચમહાલ જિલ્લાના સ્ટાફ સિલેકશન કમિશનના જીડી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો દ્વારા પંચમહાલ જિલ્લા અધિક નિવાસી કલેકટર એલ બી બાંભણીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સને ૨૦૧૮માં લેવાયેલ સ્ફાફ સિલેકશન કમિશનની જીડી ભરતી પ્રક્રિયા હજુ સુધી અધૂરી છે, ત્યારે આ ભરતીમાં ૬૦ હજાર વેકેનસી છે, જ્યારે ૯૦ હજાર ઉપરાંત ઉમેદવારો છે, જેને લઇને ૩૦ હજાર ઉમેદવારોને ભરતી બહાર કરવામાં આવશે, આ વેકેન્સી સરકાર દ્વારા વધારવામાં આવે, જ્યારે પેરા મિલિટરી ફોર્સમાં લગભગ ૧ લાખ ૧૧ હજાર જગ્યા ખાલી પડી છે, જેને લઇસરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી વિધાર્થીનું ભાવિ રોળાઈ ન જાય તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ટીબી રોગ નિર્મુલન કરવા ધોળકા તાલુકાનાં ખાનગી તબીબો માટે આરોગ્ય વિભાગ ધ્વારા સી.એમ.ઈ.નું આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

સુરત, વડોદરા સહિતના શહેરોમાં સ્વાઈનફ્લુનો સપાટો

aapnugujarat

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ તમામ પક્ષોએ શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1