Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ તમામ પક્ષોએ શરૂ કરી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ તમામ પક્ષોએ કરી છે. તમામ પક્ષો પોત પોતાના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓને પુરજાેરમાં પ્રચાર પ્રસારમાં જાેતરી દીધા છે. તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોબ તૈયારીઓ કરીને રેલીઓ કરી રહ્યા છે. તેવામાં ૧૦ મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. તો બીજી તરફ ૧૧ મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાઓ ગજવશે અને સૌરાષ્ટ્રના લોકોને રિઝવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે રાજકોટમાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં પણ હાજર રહી શકે છે. ૪૦ કરોડના ખર્ચે નિર્માણાધીન પાટીદાર ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનને આમંત્રણ અપાઇ ચુક્યું છે.
બીજી તરફ કેજરીવાલે આદિવાસી સંગઠન બીપીટી સાથે ગઠબંધન કરીને આદિવાસીઓ સમાજ વચ્ચે પોતાની પેઠ વધાર્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબુત કરવા માટેના પ્રયાસરત છે. તેના કારણે જ તેઓ રાજકોટમાં સભા ગજવશે. સૌરાષ્ટ્રના શાસ્ત્રી મેદાન ખાતે અરવિંદ કેજરીવાલ સભાસંબોધિત કરશે. તો કોંગ્રેસ પણ આદિવાસી સમાજ વચ્ચે પોતાની પકડને મજબુત કરવા માટે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અન્ય અનેક જિલ્લાઓમાં દોઢલાખથી પણ વધારે આધિવાસી સત્યાગ્રહ સભામાં હાજરી આપશે.

Related posts

હાર્દિક એસજીવીપી હોસ્પિટલથી ડિસ્ચાર્જ

aapnugujarat

ट्रेन में यात्रियों के लिए और चार हेल्पलाइन शुरू

aapnugujarat

नाना चिलोडा में आभूषण पहनकर जा रही विवाहिता युवती की लूट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1