Aapnu Gujarat
Uncategorized

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ૧૭૨મો પાટોત્સવ ઉજવાયો

પવિત્ર યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ૧૭૨મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો જેમાં મારુતિ યજ્ઞ પૂજન કથાશ્રવણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ એવમ બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન આશીર્વચન અભિષેક દાદાનો ભવ્ય અન્નકૂટ વગેરેનો લાભ હરિભક્તોએ લીધો હતો. આ પ્રસંગે સવારે મંગળા આરતી શણગાર આરતી અભિષેક પૂજા આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ દ્વારા અન્નકૂટની આરતી તેમજ યજ્ઞ પૂર્ણાહૂતિ વગેરે ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં હનુમાનજી દાદાને વિશેષ શણગાર તથા સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવેલ. આ સાથે ભવ્ય અન્નકૂટ પણ કરવામાં આવ્યો હતો તેનો લાભ હરિભક્તોએ લીધો હતો. આ પાટોત્સવ પ્રસંગે મંદિરના કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર દાસજી ગુરુ મહંત શ્રી પુરાણ વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા તથા સંત મંડળ દ્વારા સમગ્ર પાટોત્સવનું સંચાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

કપાસના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી

aapnugujarat

પ્રહલાદ નગરમાં પંચમુખી સમુત્કૅસ મહાદેવ મંદિર માં હવન યોજાયો

editor

સુંદરપરાની સુંદર નર્સરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1