Aapnu Gujarat
Uncategorized

શનિવારે સોમનાથમાં શિવ-પાર્વતી વિવાહ

શ્રી સોમનાથ ટ્રસ્ટ સંસ્કૃત અને સંસ્કૃતિને સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે. પવિત્ર શ્રાવણ માસમાં દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞકુંડમાં આહુતિ આપેલાં સતીનો પુર્નજન્મ પર્વતરાજ હિમાલય અને મેનાને ત્યાં થયો ઉમા અને પાર્વતી નામે ઓળખાયાં.
સતીની આહુતિ બાદ સમાધિમાં બેસી ગયેલાં શંકર ભગવાનને જાગૃત કરવા પાર્વતીજી સેવા કરતાં હતાં. દેવોએ કામદેવ અને વસંતને બોલાવીને માદક માયાજાળ રચી શિવનો સમાધિ ભંગ થતાં કામદેવે સંમોહન નામનું બાણ ધાર્યું આથી શિવે ક્રોધિત થઈ ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો તેમની પત્ની રતિએ વિલાપ કર્યો, પાર્વતીજી નિરાશ થયાં પણ તેમણે કઠોરમાં કઠોર તપ દ્વારા શિવને રીઝવવાનો સંકલ્પ કર્યો. શ્રાવણ માસમાં અતિ ઉગ્ર તપસ્યા કરી એક દિવસ બ્રહ્મચારીએ આવીને તેને તપ છોડવાની સલાહ આપી અને શંકર ભગવાનનાં પરિવેશ બાબત ટીકાઓ કરી પાર્વતીએ તેનો ઉત્તમ જવાબ આપ્યો કે સૃષ્ટિમાં સર્વથી શ્રેષ્ઠ મહાદેવ જ છે ત્યારે બ્રહ્મચારી જતાં રહેલાં, શિવ ભગવાન પ્રગટ થયાં. શિવ-પાર્વતીનું મિલન થયું અને શિવ વિવાહ રચાયો.
અમદાવાદની શિવાંજલી ડાન્સ ઈન્સ્ટીટ્યુટનાં કલાકારો આ કથા ‘કુમાર સંભવ’નાં સંસ્કૃત શ્લોકનાં એ સંગીતના સથવારે નયનરમ્ય નૃત્યો સાથે રજુ કરશે. શ્રાવણ માસમાં પાર્વતીની તપસ્યા અને શિવ પાર્વતીનાં વિવાહનું આયોજન સોમનાથ મંદિરનાં સામેનાં ભાગમાં કરાયું છે.

Related posts

કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના નેતાની કરાઈ વરણી

editor

સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર પટેલે લીધેલ સંકલ્પની યાદમાં સંકલ્પ દિનની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી..

aapnugujarat

મુંબઇમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી પ્રથમ મોત

editor

Leave a Comment

UA-96247877-1