Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રાફેલ મુદ્દે કોંગ્રેસના આરોપો પાયાવિહોણા : અનિલ અંબાણી

ફ્રાંસની સરકાર સાથે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા રફાલ યુદ્ધવિમાનના સોદાને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આરોપો વચ્ચે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ કહ્યુ છે કે સચ્ચાઈની જીત થશે. રફાલ સોદા હેઠળ ફ્રાંસની કંપની પાસેથી અનિલ અંબાણીને મળેલા કોન્ટ્રાક્ટ મામલે કોંગ્રેસે ખાસી નિવેદનબાજી કરી છે. અનિલ અંબાણીની ટીપ્પણી એવા સમયે સામે આવી છે કે જ્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકબીજા પર રફાલ ડીલને મામલે તાજેતરમાં એકબીજા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા અનિલ અંબાણીએ ક્હ્યુ છે કે સચ્ચાઈની જીત થશે. લગાવવામાં આવેલા આરોપો દુર્ભાવનાથી પ્રેરીત, અંગત સ્વાર્થ અને કંપનીની પ્રતિસ્પર્ધાથી પ્રેરીત છે.
અનિલ અંબાણીને મીડિયાએ સવાલ કર્યો હતો કે રફાલ સોદાના મામલામાં તેમની કંપનીએ કરેલા પાંચ હજાર કરોડ રૂપિયાના બદનક્ષીના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને શા માટે અલગ રાખવામાં આવ્યા છે? તેના જવાબમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ જવાબ આપ્યો છે કે તેમણે વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીને પત્ર લખ્યો અને તેમને કહ્યુ છે કે કોંગ્રેસ પાસે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી છે. આ માહિતી દુર્ભાવના, સ્વાર્થ અને કંપનીની પ્રતિસ્પર્ધાનું પરિણામ છે. જો કે તેમણે રાહુલ ગાંધી સામે પણ બદનક્ષીનો કેસ કરવાની જરૂરત હોવા સંબંધિત પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. મહત્વપૂર્ણ છે કે રફાલ ડીલ મામલે તાજેતરમાં જેટલી અને રાહુલ ગાંધી એકબીજા પર ખોટું બોલવાનો આરોપ લગાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ રફાલ ડીલને અત્યાર સુધીની સૌથી મોટી લૂંટ ગણાવી છે. તો જેટલીએ ફેસબુક બ્લોગ પર કોંગ્રેસ અધ્યક્ષને પંદર સવાલ પુછ્યા છે.

Related posts

રાહુલ ગાંધીના ૫૫ લાખ નવ કરોડમાં કઈ રીતે ફેરવાયા : સંબિત પાત્રા

aapnugujarat

इंडिगो ने बढ़ाया चार्ज, अब टिकट रद्द करने और बदलने पर देने होंगे 500 रुपए ज्‍यादा

aapnugujarat

આવતીકાલથી ફ્રેન્ચ ઓપનની શરૂઆત : નડાલ હોટફેવરિટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1