Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર – બાન્દ્રા સ્પેશલ ટ્રેનનું બુકિંગ મંગળવાર અને ભાવનગર-આસનસોલ સ્પેશલ ટ્રેનનું બુકિંગ ગુરૂવારથી શરૂ થશે

ભાવનગર મંડળના સિનિયર કમર્શિયલ મેનેજર વી.કે. ટેલર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર ૦૨૯૪૧/૦૨૯૪૨ ભાવનગર-આસનસોલ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન ભાવનગરથી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૦થી ચાલશે અને ટ્રેન નંબર ૦૨૯૭૨/૦૨૯૭૧ ભાવનગર-બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન ભાવનગરથી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦ થી દોડશે. આ ટ્રેનો આગળની સૂચના સુધી ચાલુ રહેશે. ઉપરોક્ત વિશેષ ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે. (૧) ટ્રેન નંબર ૦૨૯૪૧/૦૨૯૪૨ ભાવનગર-આસનસોલ-ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન – ટ્રેન નંબર ૦૨૯૪૧ ભાવનગર-આસનસોલ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર મંગળવાર ૨૦ ઓક્ટોબર, ૨૦૨૦થી દોડશે તેવી જ રીતે ટ્રેન નંબર ૦૨૯૪૨ આસનસોલ – ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન ૨૨ ઓક્ટોબર, ૨૦૨૦ થી દર ગુરુવારે આસનસોલથી દોડશે. આ યાત્રા દરમિયાન ટ્રેનો સોનગઢ, ધોળાજ, બોટાદ, જોરાવરનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, દાહોદ, રતલામ, શામગઢ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંકશન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, કોડરમા, પારસનાથ અને ધનબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી ટુ-ટીયર, એસી ૩-ટીયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. (૨) ટ્રેન નંબર ૦૨૯૭૨/૦૯૨૭૧ ભાવનગર-બાંદ્રા ટર્મિનસ ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન – ટ્રેન નંબર ૦૨૯૭૨ ભાવનગર-બાંદ્રા ટર્મિનસ ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર સોમવાર, બુધવાર અને શુક્રવાર ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦ થી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર ૦૨૯૭૧ બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦થી દોડશે. આ મુસાફરી દરમિયાન ટ્રેન ભાવનગર પરા, સીહોર, સોનગઢ, ધોળાજ, બોટાદ, રાણપુર, લીંબડી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, વાપી, બોરીવલી અને અંધેરી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટીયર, એસી ૩-ટીયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. ઉપરોક્ત બંન્ને ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે અને તેમનો દોડવાનો સમય અગાઉ ચાલનારી મૂળ ટ્રેનોના સમય અનુસાર હશે. ભાવનગર-બાન્દ્રા સ્પેશલ ટ્રેન (૦૨૯૭૨/૦૨૯૭૧)નું બુકિંગ ૧૩ ઓક્ટોબર’ ૨૦૨૦ (મંગળવાર) અને ભાવનગર-આસનસોલ સ્પેશલ ટ્રેન (૦૨૯૪૧)નું બુકિંગ ૧૫ ઓક્ટોબર’ ૨૦૨૦ (ગુરૂવાર)થી શરુ થશે.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

બોટાદના અડતાળા ખાતે મિયાંવાકી વનીકરણ કાર્યક્રમ યોજાયો

editor

ગોતા બ્રિજ પર સ્કૂલવાન કાર સાથે ટકરાઈ ગઈ : વિદ્યાર્થીઓનો બચાવ

aapnugujarat

बीयू परमीशन पर संपत्ति कर आकलन का रास्ता खुलेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1