Aapnu Gujarat
ગુજરાત

બોટાદના અડતાળા ખાતે મિયાંવાકી વનીકરણ કાર્યક્રમ યોજાયો

ઉમેશ ગોરાહવા,બોટાદ

જિલ્લા કલેકટર એ હાલ કોરોના મહામારીના સમયમાં ઓકિસજનની અછતની મુશ્કેલીમાંથી બોધપાઠ લઈ દરેક ગામ એક નાની વૃક્ષોની મિયાંવાકી પધ્ધતિથી ઝાડ ઉછેરી કુદરતી ઓકિસજન બેંક ઉભી કરે અને દરેક ગામમાં મોટા પાયે વનીકરણ આયોજન કરવા ગ્રામજનોને જણાવ્યું હતું.
નરેગા યોજનાના જોબકાર્ડ ગામના તમામ લોકોએ ૧૦૦ દિવસની સંપૂર્ણ રોજગારી મેળવી વનીકરણ અન્ય ગામમાં મિલકત ઉભી થાય તેવા કામો મોટાપાયે હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણસિંઘ સાંદુએ જણાવ્યું હતું.
હાલમાં ચાલતાં દેશમાં સૌથી મોટા આયોજન આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે આ સપ્તાહની ઉજવણીમાં વૃક્ષોનું વાવેતર દ્વારા દેશને હરીયાળુ બનાવવાની નેમ સાથે મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ગ્રામ્યકક્ષાએ ગામની પડતર જમીન, ગૌચર, ખેડૂત ખેતરે તથા સામાજિક વિશાળ જગ્યા ઉપર દેશીકુળના સ્થાનિક વૃક્ષૉનું વધુમાં વધુ વાવેતર થાય તે માટે અભિયાનની શરૂઆત થયેલ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક અમીત જોષી, પ્રાંત અધિકારી, ગઢડા મામલતદાર, ગઢડા તાલુકા વિકાસ અધિકારી બી બી પરમાર, મનરેગા નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ભરતસિંહ ગોહિલ તથા અડતાળા ગ્રામપંચાયતના સભ્યઓ, નરેગા ટીમ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

સાબરમતી જેલમાં ‘રેડિયો પ્રિઝન’ કાર્યક્રમ યોજાયો

editor

ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

ઓઢવ ખાતે લક્ઝરી બસમાં યુવકની કરપીણ હત્યા કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1