Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી જેલમાં ‘રેડિયો પ્રિઝન’ કાર્યક્રમ યોજાયો

રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરૂપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતેના બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ તેઓ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘‘રેડિયો પ્રિઝન’’ સ્ટેશનની શરૂઆત આજથી કરવામાં આવી છે જેનો હેતુ બંદીવાનોને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે અને બંદીવાન ભાઇઓ તેનો મહત્તમ લાભ લઇ શકે. આ ઉપરાંત જેલના સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનોને પ્રાથમિક સારવાર ત્વરિત મળી રહે તે માટે જેલ સ્ટાફ લાઈન ખાતે નવનિર્માણ ‘સ્ટાફ ડિસ્પેન્સરી’નું ઉદઘાટન આજે ગાંધીજયંતીના દિવસે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી અને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જેલ અને સુધારાત્મક વહીવટ .ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. ઉપરોકત બંને કાર્યક્રમો અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજે સવારે ૮.૩૦ કલાકે યોજાયો હતો.
(અહેવાલ :- મનિષા પ્રધાન)

Related posts

રાહુલ ગાંધી સાથે વાઘેલાની લાંબી બેઠક : અટકળનો દોર

aapnugujarat

અમદાવાદનાં સપૂત શહીદ કેપ્ટન નિલેશ સોનીને યાદ કરી તેમનાં જન્મદિનની ઉજવણી કરાઈ

aapnugujarat

ડાયનોસોર ફોસિલ પાર્ક વિશ્વમાં ગુજરાતની ઝાંખી અપાવશે : મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1