Aapnu Gujarat
Uncategorized

ગરબાના કારીગરો પરેશાન

હવે નવરાત્રિ પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે માતાજીના ગરબામાં પણ મંદી જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે ધંધા – રોજગાર બિલકુલ પડી ભાંગ્યા છે જેને પગલે નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા કુંભાર ભાઈઓની હાલત કફોડી બની છે. નવરાત્રિનો તહેવાર નજીક આવતા કુંભાર ભાઈઓ દ્વારા માતાજીના ગરબા બનાવવામાં આવે છે અને ગરબામાં ખાસ કરીને જુદી જુદી ડિઝાઈન બનાવવામાં આવે છે. માતાજીના ગરબાનું વેચાણ કરવા તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જતા હોય છે પરંતુ આ વખતે કોરાના મહામારી અને મંદીના કારણે વેચાણ બિલકુલ નહીંવત થઈ રહ્યું છે. એક વયોવૃદ્ધ કારીગરે કહ્યું છે કે, અમારા બાપદાદાના વખતથી માતાજીના ગરબા બનાવીએ છીએ તો આવી મંદીમાં સરકારશ્રીએ અમને મદદ કરીને અમને ઉગારવા જોઈએ. સરકાર જો અન્ય ઉદ્યોગો અને ખેડૂતોને સહાય આપતી હોય તો અમને કેમ નહીં ?


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor

ઉનાનાં માઢગામ પાસે રૂા. ૧૦.૮૦ લાખનાં ખર્ચે નદીની પુન:જીવીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે

aapnugujarat

બુટભવાની મંદિર ખુલતા ભક્તોની ભીડ

editor

Leave a Comment

UA-96247877-1